યોહાન4
ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે
1હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે;2(જો કે હકિકતમાં ઈસુ પોતે નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતાં હતા),3તેથી તેઓ યહૂદિયા છોડી ને ફરી એક વાર ગાલીલમાં ગયા.4તેમને સમરૂનમાં થઈને જવું પડયું.5તેથી તેઓ સમરૂનના સૂખાર નામે એક શહેરમાં આવી પહોંચ્યા, જે જમીન યાકોબે તેના દીકરા યોસેફને આપી હતી, તેની પાસે.6ત્યાં યાકોબનો કૂવો હતો, અને ઈસુ મુસાફરીથી થાકેલા હોવાથી કૂવા પર બેઠાં, તે વેળાએ આશરે બપોર હતી.7જયારે એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી કાઢવા આવી. ત્યારે ઈસુએ તેને કહ્યું “શું તું મને પીવાને આપીશ?”8તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાં શહેરમાં ગયા હતા.9સમરૂની સ્ત્રીએ તેમને કહે છે કે “તમે યહૂદી છો અને હું સમરૂની સ્ત્રી છું, તમે મારી પાસે પીવાને પાણી કેવી રીતે માંગી શકે?” કેમકે યહુદીઓ સમરૂનીઓ સાથે વ્યવહાર રાખતાં નથી.10ઈસુએ તેને જવાબ આપ્યો, “જો તું ઈશ્વરના દાનને અને જે તને કહે છે કે મને પાણી પા, એ કોણ છે, એ તું જાણતી હોત, ‘તો તું તેની પાસે માંગત અને તે તને જીવંત પાણી આપત.’ ”11સાહેબ, સ્ત્રીએ તેમને કહ્યું, “તમારી પાસે કાઢવાનું કંઇ નથી ને કૂવો ઘણો ઊંડો છે; તો પછી એ જીવંત પાણી કયાંથી લાવશો!12શું તમે અમારા પૂર્વજ યાકોબ કરતાં મહાન છો? જેણે આ કૂવો અમને આપ્યો અને પોતે તેના દીકરાઓએ તથા ઢોરોએ એમાનું પીધું.”13ઈસુએ જવાબ આપ્યો, “જે કોઇ આ પાણી પીશે તેને ફરી તરસ લાગશે.14પણ જે પાણી હું તેઓને આપું છું, તે જે કોઇ પીશે તેને કદી તરસ લાગશે નહિ, પણ જે પાણી હું તેમને આપીશ તેમનામાં પાણીનો ઝરો થશે, અને તે અનંતજીવન સુધી ઝયાઁ કરશે.”15સ્ત્રીએ તેમને કહ્યું, “સાહેબ, મહેરબાની કરીને એ પાણી મને આપો, જેથી મને તરસ ન લાગે ને મારે દરરોજ પાણી ભરવાં આવવું ન પડે.”16તેમણે તેને કહ્યું, “જા, તારા પતિને લઇ આવ.”17સ્ત્રીએ જવાબ આપ્યો, “મારે પતિ નથી.”ઈસુએ તેને કહ્યું, “તારી વાત સાચી છે કે તારે પતિ નથી.18હકિકત એ છે કે તારે પાંચ પતિ હતા, અને હાલ જે માણસ તારી પાસે છે, તે તારો પતિ નથી. તે જે કહ્યું તે તદન સાચું છે.”19સ્ત્રીએ કહ્યું, “સાહેબ, હું જોઈ શકું છું કે તમે પ્રબોધક છો.20અમારા પૂર્વજો આ પર્વત પર ભજન કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.”21ઈસુએ જવાબ આપ્યો, “બાઈ, મારા પર વિશ્વાસ કર, એવો સમય આવે છે કે જયારે તમે પિતાનું ભજન આ પહાડ પર કે યરુશાલેમમાં નહિ કરશો.22તમે સમરૂનીઓ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેમનું ભજન કરીએ છીએ, કેમકે તારણ યહૂદીઓમાંથી છે.23પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમકે એવા ભજનારાઓને પિતા શોધે છે.24ઈશ્વર આત્મા છે અને તેના ભજનારાઓએ આત્માથી અને સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.25“સ્ત્રીએ કહ્યું, હું તે મસીહને જાણું છું, તે આવે છે, જયારે તે આવશે ત્યારે તે આપણને સઘળું સમજાવશે.”26પછી ઈસુએ જાહેર કયુઁ, “તારી સાથે વાત કરે છે, હું તે છું.”
શિષ્યો ઈસુ પાસે પાછા ફયાઁ
27એટલામાં તેમના શિષ્યો પાછા આવ્યા અને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા, પણ કોઇએ પૂછયું નહિ કે “તમે શું ઇચ્છો છો” અથવા “તેની સાથે કેમ વાત કરો છો?”28પછી, તે સ્ત્રી પાણીનો ઘડો મુકીને શહેરમાં પાછી ગઈ અને લોકોને કહ્યું,29“આવો, અને એ માણસને જુઓ કે જેણે મેં કયુઁ તે બધું મને કહી દેખાડયું, શું તે જ મસીહ છે?”30તેઓ શહેરમાંથી નિકળીને તેમની પાસે આવવાં લાગ્યા.31તે સમયે શિષ્યોએ તેમને વિનંતી કરી કે, “રાબ્બી, કંઇક ખાઓ.”32પણ તેમણે તેમને કહ્યું, “મારી પાસે ખાવાને ખોરાક છે, તે વિશે તમે જાણતા નથી.”33ત્યારે તેમના શિષ્યોએ એકબીજાને પૂછયું, “શું તેમના માટે કોઇ ખાવાનું લાવ્યું હશે?”34ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પુરી કરવી અને તેમનું કાર્ય પૂરું કરવું તે જ મારો ખોરાક છે.35શું તમે નથી કહેતાં કે હજુ ચાર મહિના પછી કાપણી શરૂ થશે. હું તમને કહું છું કે તમારી આંખો ખોલીને ખેતરો જુઓ! તેઓ કાપણીને સારું પાકી ચૂકયાં છે.36જે કાપે છે તે વેતન પામે છે અને અનંતજીવનને માટે કાપણી લણે છે. જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે આનંદ કરે.37તેથી કહેવાય છે: ‘એક વાવે છે ને બીજો લણે છે’ તે સાચું છે.38જેને માટે તમે કામ કયુઁ નથી તે કાપવા ને મેં તમને મોકલ્યા છે, બીજાઓએ સખત મહેનત કરી છે અને તમે તેમની મેહનતનો લાભ પામ્યા.”ઘણા સમરૂનીઓએ વિશ્વવાસ કયોઁ
39તે વાતથી શહેરનાં ઘણાં સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ, કેમકે તે સ્ત્રીની સાક્ષીને કારણે, “મેં જે કર્યું હતું તે સર્વ તેમણે મને કહી બતાવ્યું.”40તેથી જયારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમની સાથે રહેવા વિનંતી કરી અને તેઓ ત્યાં બે દિવસ રહ્યા.41અને તેમની વાતને કારણે ઘણાં લોકો વિશ્વાસી બન્યા.42તેઓએ તે સ્ત્રીને કહ્યું, “હવે માત્ર તારા કહેવાથી અમે વિશ્વાસ નથી કરતા, પણ હવે અમે પોતે સાંભળ્યું છે અને જાણીએ છીએ કે આ માણસ ખરેખર તે જગતના તારનાર છે.”ઈસુ અધિકારીના દિકરાને સાજો કરે છે
43બે દિવસ પછી તેઓ ગાલીલમાં ગયા.44હવે ઈસુએ પોતે કહ્યું કે, “પ્રબોધકને પોતાના દેશમાં કંઇ માન નથી.”45જયારે તેઓ ગાલીલમાં પહોંચ્યા, ગાલીલીઓએ તેમને આવકાર્યા, કેમકે પાસ્ખાપર્વ સમયે તેઓએ યરુશાલેમમાં જે કામો તેમણે કયાઁ હતા, તે તેમણે જોયા હતા. કેમકે તેઓ પણ ત્યાં હતા.46ફરી એક વાર તેઓ ગાલીલનાં કાનાની મુલાકાત કરી, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. ત્યાં એક અમીર અધિકારી હતો જેનો દીકરો કપરનાહૂમમાં બિમાર પડેલો હતો.47જયારે આ માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તે તેમની પાસે જઈને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, જે મરવાની અણી પર હતો.48ઈસુએ તેને કહ્યું, “ચિન્હો તથા ચમત્કારો જોયા વિના તમે કદી વિશ્વાસ કરવાના નથી!”49અમીર અધિકારીએ તમને કહ્યું, “સાહેબ, મારો દીકરો મરણ પામે, તે પહેલાં આવો.”50ઈસુએ જવાબ આપ્યો, “જા, તારો દીકરો જીવે છે.”તે માણસે ઈસુના શબ્દો લઇને ગયો.51હજી તો તે માર્ગમાં હતો, એટલામાં તેના નોકરો તેને સામાચાર સાથે મળ્યાં, કે “તમારો દીકરો જીવતો રહયો છે.”52જયારે તેણે તેઓને દીકરાના સારા થવાનો સમય પૂછયો, ત્યારે તેઓએ તેને કહ્યું, “ગઈ કાલે બપોરનાં એક વાગે તેનો તાવ ઊતરી ગયો.”53તેથી પિતાને સમજાયું કે આ તે જ સમય હતો જયારે ઈસુએ તેને કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તેથી તેણે તથા તેના આખા કુટુંબે વિશ્વાસ કયોઁ.54યહૂદિયાથી ગાલીલમાં આવ્યા પછી ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.
Biblica, Inc.