યોહાન21

ઈસુ અને ચમત્કારીક રીતે માછલી પકડવી

1ત્યાર પછી ઈસુ ફરીથી તેમના શિષ્યોને ગાલીલના સરોવર પાસે દેખાયા, તે આ રીતે બન્યું.2સિમોન પિતર, થોમાસ (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના પુત્રો, અને બીજા બે શિષ્યો ભેગા થયા હતાં.3સિમોન પિતરે તેઓને કહ્યું, “હું માછલાં પકડવા જાઉં છું.” અને તેઓએ કહ્યું, “અમે તારી સાથે આવીએ છીએ.” તેથી તેઓ ગયા અને હોડીમાં બેઠાં, પણ તે રાત્રે તેઓના હાથમાં કાંઈ આવ્યું નહિ.
4વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા, પણ તે ઈસુ છે તે શિષ્યો ઓળખી શક્યાં નહિ.
5તેમણે તેઓને બોલાવ્યા, “મિત્રો, તમારી પાસે કાંઈ માછલી છે?”
તેઓએ જવાબ આપ્યો, “ના.”
6તેમણે કહ્યું, “તમારી જાળ હોડીની જમણી બાજુએ નાંખો અને તમને કંઇક મળશે.” જયારે તેમણે એમ કર્યું ત્યારે ઘણી બધી માછલીઓ પકડાઈ તેથી તેઓ જાળને ખેંચી પણ શક્યાં નહિ.
7ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે!” જેવું સિમોન પિતરે તેને એવું કહેતા સાંભળ્યો કે એ તો પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો (કેમકે તે ઉઘાડો હતો) ને પાણીમાં કૂદી પડયો.8બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા તેમની પાછળ ગયા, કેમકે તેઓ કિનારાથી બહુ દુર ન હતા, લગભગ નેવું મીટર દુર હતા.9જયારે તેઓ કિનારે ઉતયાઁ ત્યારે તેઓએ ત્યાં સળગતાં કોલસાનો અગ્નિ જોયો, તેના પર માછલી અને રોટલી હતા.
10ઈસુએ તેમને કહ્યું, “તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.”11તેથી સિમોન પિતર હોડીમાં પાછો ચઢીને કિનારે જાળ ખેંચી લાવ્યો, તેમાં એકસો ત્રેપન મોટી માછલીઓ ભરેલી હતી પણ આટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી ગઈ નહિ.12ઈસુએ તેમને કહ્યું, “આવો અને નાસ્તો કરો.” તેઓ જાણતા હતા કે, તે પ્રભુ છે છતાં શિષ્યોમાંથી કોઈએ તેમને પૂછવાની હિંમત ન કરી કે, “તમે કોણ છો?”13ઈસુએ આવીને રોટલી લઇને તેઓને આપી અને એ જ રીતે માછલી પણ આપી.14મરણમાંથી સજીવન થયા પછી ઈસુએ પોતાના શિષ્યોને ત્રીજી વાર દર્શન આપ્યું.

ઈસુ પિતરને પુનઃસ્થાપિત કરે છે

15નાસ્તો કર્યા પછી, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “યોહાનનાં દીકરા સિમોન, શું તું મને આ બધા કરતાં વિશેષ પ્રેમ કરે છે?”
પિતરે કહ્યું, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું.”
ઈસુએ કહ્યું, “મારાંં ઘેટાંઓને પાળ.”
16ઈસુએ ફરીથી કહ્યું, “યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?”
તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું.”
ઈસુએ કહ્યું, “તો મારાંં ઘેટાંની સંભાળ રાખ.”
17ત્રીજી વાર ઈસુએ તેને કહ્યું, “યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?”
ઈસુએ ત્રીજી વાર પૂછયું, તેથી પિતર દુઃખી થયો. તેણે કહ્યું, “પ્રભુ, તમે બધું જાણો છો; તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું.”
ઈસુએ કહ્યું, “મારાંં ઘેટાંને પાળ.
18હું તને સાચે જ કહું જયારે તું જુવાન હતો ત્યારે તું પોતાની કમર બાંધીને જ્યાં તું ઇચ્છતો હતો ત્યાં જતો હતો, જયારે તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લાંબા કરીશ, અને બીજાઓ તને બાંધીને તારે નહિ જવું હોય ત્યાં તને લઈ જશે.”19ઈશ્વરના મહિમાર્થે પિતર કઈ રીતે મરણ પામવાનો હતો તે દર્શાવવા માટે ઈસુએ તેને આમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ.”
20પિતરે પાછળ ફરીને જોયું તો જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતાં હતા તે તેમની પાછળ આવતો હતો. (તે એ જ શિષ્ય હતો જે ભોજન સમયે ઈસુની સામે ઝૂકીને કહ્યું હતું, “પ્રભુ, તમને કોણ પરસ્વાધીન કરશે?”)21જયારે પિતરે તેને જોયો ત્યારે તેણે પૂછયું, “પ્રભુ, એનું શું થશે?”
22ઈસુએ જવાબ આપ્યો, “જો હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા છે તો તેમાં તારે શું? તારે મારી પાછળ આવવું જોઈએ.”23આ કારણે વિશ્વાસીઓમાં એવી અફવા ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરણ પામવાનો નથી. પરંતુ ઈસુએ એવું કહ્યું નહોતું કે તે મરશે નહિ; તેમણે માત્ર એમ જ કહ્યું હતું કે, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવે તો તેમાં તારે શું?”
24આ શિષ્યે આ વાતો વિશે સાક્ષી આપે છે અને જેણે તે લખી છે. અમે જાણીએ છીએ કે તેની સાક્ષી સાચી છે.
25ઈસુએ બીજા ઘણા કામો પણ કર્યા. જો તે બધા લખવામાં આવે, તો હું ધારું છું કે આખા જગતમાં લખાયેલા પુસ્તકો માટે જગ્યા ન હોત.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d