યોહાન14

ઈસુ માર્ગ, સત્ય તથા જીવન

1“તમારાંં હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.2મારા પિતા ના ઘરમાં ઘણાં ઓરડાઓ છે, જો એમ ન હોત તો, હું તમને કહેત, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા ત્યાં જાઉં છું.3અને હું જઈશ અને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ કે જયાં હું છું ત્યાં તમે મારી સાથે રહો.4હું જયાં જાઉં છું તે જગ્યાનો માર્ગ તમે જાણો છો.”
5થોમાસે તેમને કહ્યું, “પ્રભુ, તમે કયાં જાવ છો તે અમે જાણતા નથી, તો માર્ગ વિશે કેવી રીતે જાણીએ?”
6ઈસુએ જવાબ આપ્યો કે, “હું માર્ગ, સત્ય તથા જીવન છું, મારા વિના પિતા પાસે કોઈ આવતું નથી.7ખરેખર જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત, હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.”
8ફિલિપે કહ્યું, “પ્રભુ, અમને પિતા બતાવો એટલે અમારે બસ છે.”
9ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ! આટલા લાંબા સમય સુધી હું, તમારી મધ્યે રહ્યો છતાં હજી સુધી તું જાણતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે, પછી તું કેમ કહે છે કે, અમને પિતા બતાવો?”10શું તને વિશ્વાસ નથી કે હું પિતામાં છું અને પિતા મારાંમાં છે? જે વચનો હું તમને કહું છું, તે મારાંં પોતાનાં અધિકારથી નથી કહેતો, તેના બદલે પિતા મારામાં રહે છે, કે જે પોતાનાં કાર્ય કરે છે.11જયારે હું કહું છું કે હું પિતામાં અને પિતા મારાંમાં છે, ત્યારે મારો વિશ્વાસ કરો, અથવા કમસેકમ કામોનાં પ્રમાણને લીધે વિશ્વાસ કરો.12હું તમને સાચે જ કહું છું કે: હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે, અને તેઓ એના કરતાં પણ મોટા કામો કરશે, કારણ કે હું પિતા પાસે જાઉં છું.13અને જે કાંઇ તમે મારા નામે માંગશો તે હું કરીશ, જેથી પિતા પુત્રમાં મહિમાવાન થાય.14જો તમે મારા નામે કંઇ પણ મારી પાસે માંગશો અને તે હું કરીશ.

ઈસુ પવિત્ર આત્મા વિશે વચન આપે છે

15“જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળો.16અને હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક તમારી મદદ કરવા અને કાયમ તમારી સાથે રહેવા આપશે:17સત્યનો આત્મા, જગત તેનો સ્વીકારતુ નથી, કેમકે તેને તે જોતું નથી અને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. કેમકે તે તમારી સાથે અને તમારાંમાં વસશે.18હું તમને અનાથ મૂકીશ નહિ, હું તમારી પાસે આવીશ.19થોડીવાર, જગત મને જોશે નહિ પણ તમે મને જોશો. કેમકે હું જીવતો છું માટે તમે પણ જીવશો.20તે દિવસે તમે સમજશો કે હું પિતામાં છું, તમે મારાંમાં છો, અને હું તમારાંમાં છું.21જેમની પાસે મારી આજ્ઞાઓ છે અને જેઓ તેને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે. તે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે. અને હું પણ તેમના પર પ્રેમ રાખીશ અને પોતાને તેમની આગળ પ્રગટ કરીશ.”
22ત્યારે યહૂદા (યહૂદા ઇશ્કરિયોત નહિ), કહ્યું, પણ “પ્રભુ, તમે પોતાને અમારી સમક્ષ પ્રગટ કરશો અને જગત સમક્ષ નહિ એનું શું કારણ?”
23ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મારા પર પ્રેમ કરે છે તેઓ મારો બોધ પાળશે. મારા પિતા તેઓ પર પ્રેમ કરશે, અને અમારું ઘર તેમની સાથે બનાવીશું.24જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારો બોધ પાળતો નથી. જે વચનો તમે સાંભળો છો તે મારા પોતાના નથી, પણ બાપે જેણે મને મોકલ્યો છે તેના છે.
25“હજી હું તમારી સાથે છું એ દરમિયાન આ બધુ મેં તમને કહ્યું છે.26પણ સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારા નામે મોકલી આપશે, ત્યારે તે તમને બધુ શીખવશે, અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે.27હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.
28“મેં તમને કહ્યું, તે તમે સાંભળ્યું: હું જાઉં છું અને હું તમારી પાસે પાછો આવીશ. જો તમે મારા પર પ્રેમ રાખતાં હો, તો હું પિતાની પાસે જાઉં છું તેથી તમને આનંદ થાત, કારણ કે પિતા મારા કરતાં મહાન છે.29તે થાય તે પહેલાં મે તમને એ કહ્યું, એ માટે કે જયારે તે પ્રમાણે બને ત્યારે તમે વિશ્વાસ કરો.30હવે હું તમને વધારે વાત કરીશ નહિ, કેમકે આ જગતનો અધિકારી આવી રહ્યો છે, તેને મારા પર કંઈ સત્તા નથી.31પણ તે આવે છે જેથી જગત શીખે કે હું પિતા પર પ્રેમ કરું છું અને મારા પિતાએ મને જે આજ્ઞા આપી છે તે જ પ્રમાણે કરું છું, હવે આવો.
“ચાલો, અહીંથી આપણે જઈએ.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d