યોહાન10

ઉત્તમ ઘેટાંપાળક અને તેમના ઘેટાં

1“હું તમને સાચે જ કહું છું ફરોશીઓ, જે કોઇ દરવાજેથી ઘેટાંના વાડામાં જતા નથી, પણ બીજા કોઇ રસ્તે થી ચઢે છે, તે એક ચોર અને એક લૂટારો છે.2જે કોઇ દરવાજા થી અંદર આવે છે તે ઘેટાંપાળક છે.3દરવાન તેમના માટે દરવાજો ખોલે છે, અને ઘેટું તેનો અવાજ સાંભળે છે. તે તેમના પોતાનાં ઘેટાંને નામ દઈને બોલાવે છે, અને તેમને બહાર દોરી જાય છે.4જયારે તે પોતાના બધાંને બહાર લાવે છે, ત્યારે તેઓ તેઓની આગળ ચાલે છે, અને તેમના ઘેટાં તેની પાછળ ચાલે છે, કેમકે તેઓ તેમનો અવાજ ઓળખે છે.5પણ તેઓ કદી કોઈ અજાણ્યાની પાછળ નહિ ચાલે; હકીકતમાં, તે તેમનાથી દૂર દોડીને જતા રહેશે કેમકે તેઓ તેમનો અવાજ ઓળખતાં નથી.”6આ ઉદાહરણ સાંભળનારા ફરોશીઓ સમજી ન શક્યાં કે ઈસુ તે દ્વારા શું કહેવામાં માગે છે.
7તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સાચે જ કહું છું, હું ઘેટાં માટેનો દરવાજો છું.8જે લોકો મારી પહેલાં આવી ગયા છે તેઓ ચોર અને લુંટારા છે. પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.9હું દરવાજો છું. જે કોઇ મારા દ્વારા પ્રવેશ કરશે તે બચશે. તેઓ અંદર આવશે અને બહાર જશે, તેઓ ચારો શોધશે.10ચોર ખાલી ચોરી અને મારી નાખવા અને નાશ કરવા આવે છે; તેઓને જીવન મળે અને તે ભરપૂર મળે માટે હું આવ્યો છું.

સાચો ઘેટાંપાળક

11“હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ. ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.12ચાકર ઘેંટાપાળક નથી અને તે તેનાં ઘેટાં નથી. તેથી તે વરુને આવતું જોઈ તે ઘેટાંને મૂકીને નાસી જાય છે, પછી વરુ ટોળા પર ત્રાટકે છે અને તેને વેરવિખેર કરી નાંખે છે.13માણસ નાસી જાય છે, કેમકે તે ચાકર છે, અને ઘેટાંને માટે તેને કોઇ ચિંતા નથી.
14“હું ઉત્તમ ઘેટાંપાળક છું, હું મારા ઘેટાંને ઓળખું છું અને મારાંં ઘેટાં મને ઓળખે છે.15જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું, અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું.16મારે બીજા ઘેટાં છે, તેઓ આ વાડામાંનાં નથી, તેમને પણ મારે લાવવાની જરૂર છે. તેઓ મારો અવાજ સાંભળશે, અને ત્યાં એક ટોળું અને એક ઘેટાંપાળક થશે.17પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું, ફકત તે ફરીથી પાછો લઉં.18કોઇ પણ મારી પાસેથી તે લઈ શક્તું નથી, પણ હું મારી સ્વેચ્છાએ તે આપું છું. તે આપવાનો અધિકાર મને છે અને તે પાછો લેવાનો મને અધિકાર છે. આ આજ્ઞા મારા પિતા તરફથી મને મળી છે.”
19આ વાત સાંભળનાર યહૂદીઓમાં ફરીથી ભાગલા પડયા.20તેઓમાંના ઘણાએ કહ્યું, “તેમને અશુધ્ધ આત્મા વળગ્યો છે અને ઘેલો છે. તેમનું કેમ સાંભળવું જોઈએ?”
21પણ બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલા માણસની આ વાતો નથી. શું અશુધ્ધ આત્મા અંધજનની આંખો ઉઘાડી શકે?”

પ્રભુના દાવાઓ પર વધું તકરાર

22શિયાળો હતો. ત્યારે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ આવ્યું,23અને ઈસુ મંદિરનાં આંગણાંમાં સોલોમોનની પરસાળમાં ચાલતાં હતા.24જે યહૂદીઓ તેમની આસપાસ હતા તેઓ તેમને ઘેરી વળ્યા અને પૂછયું, “તમે કયાં સુધી અમને અંધારામાં રાખશો? જો તમે મસીહ હો તો અમને સ્પષ્ટ કહો.”
25ઈસુએ જવાબ આપ્યો, “મેં તમને કહ્યું પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે હું જે કામો કરું છું, તે મારે વિશે સાક્ષી આપે છે.26પણ તમે વિશ્વાસ કરતા નથી કેમકે તમે મારા ઘેટાં નથી.27મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.28હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.29મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે, તે બધા કરતા મોટા છે; મારા પિતાનાં હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહિ.30હું અને પિતા એક છીએ.”
31ફરીથી યહૂદી વિરોધીઓએ તેમને મારવા પથ્થર લીધા,32પણ ઈસુએ તેમને કહ્યું, “પિતા તરફથી મેં તમને ઘણાં સારા કામો બતાવ્યા છે. એમાંના ક્યાં કામ માટે તમે મને પથ્થરે મારો છો?”
33તેઓએ જવાબ આપ્યો, “કોઈ સારાં કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ ઈશ્વર નિંદાને લીધે, માત્ર માણસ હોવા છતાં, તું પોતાને ઈશ્વર હોવાનો દાવો કરે છે.”
34ઈસુએ તેઓને જવાબ આપ્યો, “શું તમારાં નિયમશાસ્ત્રમાં લખેલું નથી કે, ‘મેં કહ્યું કે તમે “દેવો,” છો?’35જેમની પાસે ઇશ્વરનું વચન આવ્યું, જો તેણે તેઓને ‘દેવો’ કહ્યાં, અને શાસ્ત્રનો ભંગ થતો નથી.36તો પિતાથી પોતાના જેમને અલગ કરાયા અને જગતમાં મોકલ્યાં એમનું શું? ત્યારે મેં કહ્યું કે ‘હું ઇશ્વરનો દીકરો છું; તો તમે મને દોષિત ઠરાવો છો, તેને તમે ઈશ્વર નિંદા કેવી રીતે કહી શકો!’37જયાં સુધી હું મારા બાપનાં કામ ન કરું ત્યાં સુધી તમે મારા પર વિશ્વાસ ન કરશો.38પણ જો હું તેમને કરું, જો કે ભલે તમે મારા પર વિશ્વાસ ના કરો, પણ કામો પર તો વિશ્વાસ કરો, કે તમે જાણો અને સમજો કે હું પિતામાં છું ને પિતા મારામાં છે.”39ફરી એક વાર તેઓએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ત્યાંથી ચાલ્યા ગયા.
40પછી યર્દન નદી પાસે જયાં પહેલાના દિવસોમાં યોહાન બાપ્તિસ્મા આપતાં હતો ત્યાં જઈને તેઓ રહ્યા.41અને ઘણાં લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહ્યું, “જો કે યોહાને કોઈ ચમત્કાર કર્યા નહોતાં, પણ આ માણસ વિશે તેણે જે કહ્યું હતું તે બધું સાચું હતું.”42અને ત્યાં ઘણાંએ ઈસુ પર વિશ્વાસ કયોઁ.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d