હિબ્રૂ8

નવા કરારના પ્રમુખયાજક

1હવે અમે જે કહીએ છીએ તેનો સારાંશ આ પ્રમાણે છે: આપણી પાસે એવા પ્રમુખયાજક છે, જે સ્વર્ગમાં મહીમાવાન રાજયાસનની જમણી બાજુએ બિરાજેલાં છે.2અને જે પવિત્રસ્થાનનો ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ સ્થાપયો છે જેની તે સેવા કરી રહ્યા છે.
3હવે દરેક પ્રમુખયાજક અપઁણો અને બલિદાનો લાવવાં માટે નીમાયેલો હોય છે. માટે આ પ્રમુખયાજક પણ કંઈ અર્પણ લાવે તે જરૂરી છે.4હાલ જો તે પૃથ્વી પર હોત તો તે યાજક ન બન્યા હોત, કારણ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનાર યાજકો તો છે જ.5તેઓ સ્વગઁમાની વસ્તુઓની પ્રતિછાયાની સેવા કરે છે, આ જ કારણ છે કે જયારે મોશે મંડપ બાંધવાની શરૂઆત કરી ત્યારે તેને ચેતવણી આપવામાં આવી હતી કે: “જે નમુનો તને પહાડ પર બતાવવામાં આવ્યો હતો તે પ્રમાણે બધું બનાવજે.”6પણ હકિકતમાં ઈસુને મળેલી સેવા તેમના કરતા એટલી જ વિશેષ છે, જેટલી તે જે કરારનો મઘ્યસ્થ છે. તે જુના કરાર કરતા વિશેષ છે, કારણ કે નવો કરાર વઘુ સારા વચનો પર સ્થાપીત થયેલો છે.
7કેમકે જો પહેલાં કરારમાં કંઈ દોષ ન હોત, તો નવા કરારની આવશ્યકતા ઊભી થઈ ન હોત.8પણ ઈશ્વરે લોકોને દોષિત ઠરાવીને કહ્યું:“પ્રભુ જાહેર કરે છે, કે એવા દિવસ આવશે કે,જયારે હું નવો કરાર સ્થાપન કરીશ.ઇઝરાયેલનાં લોકોની સાથે,અને યહૂદીયાનાં લોકોની સાથે.9હું તેમના પિતૃઓને ઈજિપ્ત દેશમાંથી લઈ આવ્યોત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યા હતોતેના જેવો તે કરાર નથી.કેમકે તેઓ મારા કરારને વિશ્વાસુ રહ્યા નહિ,તેથી જ મેં તેઓને મૂકી દીધા, પ્રભુ કહે છે10ઇઝરાયેલ લોકો સાથે,હું જે કરાર સ્થાપન કરીશ તે આ છે,હું મારા નિયમો તેઓના મનમાં મુકીશ,અને તેઓના હૃદયપટ પર લખીશ,હું તેઓનો ઈશ્વર થઈશ અનેતેઓ મારા લોક થશે.11હવે પછી કોઈ પોતાના પાડોશી કે એકબીજાને કહેશે નહિ કે:‘પ્રભુને ઓળખ’કારણ કે નાનાંથી માંડીને મોટાં સુધીતેઓ સર્વ મને ઓળખશે.12કેમકે હું તેઓના અપરાધો માફ કરીશ,અને તેઓના પાપનું ફરી કદી સ્મરણ કરીશ નહિ.”
13તો, નવો કરાર, એવું કહીને તેણે પહેલાં કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જજઁર થતું જાય છે, તે નાશ પામવાની તૈયારીમાં છે.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d