હિબ્રૂ5

1દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરવામાં આવેલો હોવાથી ઈશ્વર સંબંઘીની બાબતોમાં માણસોને માટે નિમેલો છે, જેથી તે પાપને માટે તે ઈશ્વરને બલિદાન કરે છે.2તે પોતે પણ નબળાઈઓથી ઘેરાયેલો હોવાથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વતિઁ શકે છે.3આથી તે પોતાના પાપ માટે તથા બીજાઓનાં પાપ માટે પણ અર્પણો કરે છે.4અને કોઈ પણ આ માન પોતે લેતો નથી, પણ જયારે તેને ઈશ્વર દ્રારા તેડવામાં આવે છે ત્યારે તે લે છે, જેમ આરોનની પસંદગી કરી, તેમ.
5એ જ પ્રમાણે, પ્રમુખયાજક બનવાનું માન મસીહે પોતે પસંદ કર્યું નહોતું; પરંતુ ઈશ્વરે તેમને કહ્યું,“તું મારો પુત્ર છે;આજ હું તારો પિતા થયો છું.”
6વળી તે જ પ્રમાણે બિજે ઠેકાણે તેઓ કહે છે,“તું મેલ્ખીસેદેકની પરંપરામાંસદાને માટે યાજક છે.”
7ઈસુ જયારે આ પૃથ્વી પરના જીવનમાં હતા, તેમણે ઊંડી વેદના અને આંસુઓ સહિત મરણમાંથી છોડાવનાર સર્વશકિતમાન ઈશ્વરને પ્રાર્થના તથા કાલાવાલા કયાઁ, અને તેમને સાંભળવામાં આવ્યા કેમકે તેઓ ઈશ્વરને આધીન રહેતાં હતા.8તેઓ ઈશ્વરપુત્ર હોવા છતાં દુઃખસહનના અનુભવથી આધીન થવાનું શીખ્યા.9એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;10મેલ્ખીસેદેકની માફક ઈશ્વરે તેમને પણ પ્રમુખયાજક તરીકે જાહેર કર્યા.

પતિત થવા સામે ચેતવણી

11મારે આના સંબંધી ઘણું કહેવાનું છે, પણ તમે તે સમજી શકો તેમ નથી, કેમકે તમે સાંભળવા માંગતા નથી.12ખરેખર તો, અત્યાર સુધીમાં તમારે ઉપદેશક થવું જોઇતું હતું; પણ અત્યારે તો ઈશ્વરનાં વચનોનાં મૂળભૂત સિધ્ધાંતો શું છે તે કોઈ તમને શીખવે તેવી જરૂરિયાતો ઊભી થઈ છે. ભારે ખોરાક નહિ, પણ જાણે દૂધની અગત્યતા હોય એમ લાગે છે!13જે કોઇ દૂધ પર જીવે છે તે હજુ બાળક જ છે, તે ન્યાયીપણાં સંબંઘી બિનઅનુભવી છે.14પણ જેઓ પુખ્ત છે, એટલે જેઓની ઈંદ્રિઓ ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d