હિબ્રૂ11

વિશ્વાસમાં કરણી

1હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.2આ તે છે કે જેમનાં માટે પુરાતનકાળનાં લોકોની સાક્ષી પૂરવામાં આવી હતી.
3ઈશ્વર પરના વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ ઈશ્વરની આજ્ઞાથી ઉત્પન્ન થયું. એટલે જે જે દ્રશ્ય છે, તે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.
4વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું અર્પણ ઇશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે, તેવી તેના સબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમકે ઈશ્વરે તેનાં દાનો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૂએલો છતાં તે બોલે છે.
5વિશ્વાસથી હનોખને પણ ઉપર લઇ લેવામાં આવ્યો કે, તે મરણ ન જુએ; તે એકાએક અદ્રશ્ય થઈ ગયો કેમકે ઈશ્વરે તેને લઈ લીધો હતો. આ બન્યા પહેલાં તેના માટે એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.6વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહિ, ઈશ્વર પાસે આવનાર વ્યકિતએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરાં હૃદયથી શોધનારને તે બદલો આપે છે.
7નૂહે જે વાત હજુ સુધી જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઇશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુંટુંબનુ તારણ થાય માટે વહાણ તૈયાર કયુઁ; તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.
8વિશ્વાસથી અબ્રાહમ જે દેશ તેને વારસામાં આપવાનું ઈશ્વરે વચન આપ્યું હતું ત્યાં જવાની આજ્ઞાને તે આધીન થયો અને પોતાને કયાં જવાનું છે તે ન જાણ્યાં સિવાય ચાલી નીકળ્યો.9વિશ્વાસથી તેણે વચનનાં દેશમાં પરદેશીની માફક પોતાનું ઘર બનાવ્યું તે ઇસહાક અને યાકોબની જેમ તંબુઓમાં રહ્યો, જેઓ તેની સાથે તે જ વચનનાં વારસ હતા.10કેમકે જે શહેરનો પાયો છે જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેની આશા તે રાખતો હતો.11અને સારા, જે ગભઁ ધારણની ઉમંર વિતી ગઇ હતી પણ વિશ્વાસથી ગભઁ ધારણ કરવાને શકિતમાન થઇ, કેમકે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસયોગ્ય ગણ્યો.12એ એકથી અને વળી તે પણ મૂએલા જેવો તેનાથી, આકાશમાંના તારાઓ જેટલા તથા સમુદ્ર કિનારાની રેતીના જેટલાં અસંખ્ય સંતાનો ઉત્પન્ન થયાં.
13આ બધા લોકો મરણ પામ્યા ત્યારે પણ વિશ્વાસથી જીવતાં હતા, તેમને વચનો મળ્યાં ન હતા; તેઓએ ફકત દૂરથી તેમને જોયા સ્વાગત કયુઁ કે, તેઓ પૃથ્વી પર તેઓએ કબૂલ કયુઁ કે અમે પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી છીએ.14જે લોકો આવી વાતો કરે છે તેઓ દશાઁવે છે કે તેઓ પોતાના દેશની શોધ કરે છે.15જો તેઓ જે દેશ છોડી ને ગયા હતાં તેના વિશે વિચારતા હોત, તો તેને પાછા જવાની તક મળી હોત.16તેના બદલે, તેઓ એક સારા દેશની, એટલે કે સ્વગીઁય દેશની ઇચ્છા રાખતા હતા, તેથી ઈશ્વર તેઓનાં ઈશ્વર કહેવાતાં શરમાતા નથી, કેમકે તેઓને માટે તેમણે એક શહેર તૈયાર કરેલું છે.
17વિશ્વાસથી જયારે ઈશ્વરે અબ્રાહમની કસોટી કરી, ત્યારે તેણે ઇસહાકનું બલિદાન આપ્યું. જેણે વચનો સ્વીકાયાઁ હતા, તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું18તેથી ઈશ્વરે તેને કહ્યું હતું કે, “ઇસહાકથી તારા વંશજો ગણાશે”19અબ્રાહમ માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાંઓને પણ સજીવન કરી શકે છે, અને તેથી એક રીતે કહીએ તો તેણે ઇસહાકને મૃત્યુમાંથી પાછો મેળવ્યો.
20વિશ્વાસથી ઇસહાકે યાકોબ અને એસાવને તેમના ભવિષ્ય માટે આશીઁવાદ આપ્યો.
21વિશ્વાસથી યાકોબે મરતી વખતે યોસેફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો, અને લાકડીનાં ટેકે ઊભા રહીને આરાધના કરી.
22વિશ્વાસથી યોસેફે પોતાના મૃત્યું કાળનો સમય નજીક આવ્યો ત્યારે, ઇઝરાયેલીઓના ઈજિપ્તમાંથી નીકળવાની વાત કરી અને પોતાના હાડકાં દફનાવવા વિશે સૂચનો આપ્યા.
23વિશ્વાસથી મોશેનાં માતાપિતાએ તેના જન્મ પછી ત્રણ મહીના સુધી તેને છુપાવી રાખ્યો, કારણ કે તેઓએ જોયું કે તે કોઈ સામાન્ય બાળક નથી, ને તેઓ રાજાના હુકમથી ડયાઁ નહિ.
24મોટાં થયા પછી મોશેએ વિશ્વાસથી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાની ના પાડી.25પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે ઈશ્વરના લોકની સાથે દુઃખ વેઠવાનું પસંદ કર્યું.26તેણે ઈજિપ્તના દ્રવ્યભંડાર કરતાં મસીહને લીધે અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યું, કેમકે તે પોતાના બદલાની રાહ જોતો હતો.27મોશેએ રાજાનાં ક્રોધની બીક રાખ્યા વગર વિશ્વાસથી ઈજિપ્ત દેશનો ત્યાગ કર્યો. અદ્રશ્ય જોતો હોય તેમ તે અડગ રહ્યો.28વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વ અને રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, જેથી પ્રથમજનિતનો નાશ કરનાર ઇઝરાયેલના પ્રથમજનિતોને સ્પર્શ ન કરે.
29વિશ્વાસથી લોકો કોરી જમીન પર ચાલતાં હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા; પણ જયારે ઈજિપ્તના લોકોએ તેમ કરવાનો પ્રયાસ કયોઁ, ત્યારે તેઓ ડૂબી મર્યા.
30વિશ્વાસથી યરીખોના કોટની આસપાસ સાત દિવસ સુધી ફર્યા પછી તે કોટ તૂટી પડયો.
31વિશ્વાસથી રાહાબ વેશ્યા, જાસૂસોનો ખુશીથી સત્કાર કયોઁ, તેથી અનઆજ્ઞાંકિત લોકો સાથે નાશ પામી નહિ.
32અને હવે આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાવિદ, શમુએલ તથા બીજા પ્રબોધકો વિશે કહેવાનો મારી પાસે સમય નથી.33વિશ્વાસથી તેઓએ રાજ્યો જીત્યાં, ન્યાયપણે વત્યાઁ, વચનો પ્રાપ્ત કયાઁ, સિંહોના મોં બંધ કયાઁ.34અને અગ્નિનું બળ નિરથઁક કયુઁ, તરવારની ધારથી બચી ગયા, નિર્બળતામાંથી બળવાન થયા, લડાઈઓમાં શૂરવીરતા બતાવી અને વિદેશીઓનાં સૈન્યોને ભગાડી મૂક્યાં.35સ્ત્રીઓ પોતાના પ્રિયજનોને મરણમાંથી પાછા મેળવી શકી, અને તેઓને ફરીથી સજીવન કરવામાં આવ્યા, કેટલાક રિબાઈ રિબાઈને માર્યા ગયા, તેઓએ છૂટકાનો અંગીકાર કયોઁ નહિ, જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે.36કેટલાકે મશ્કરી, કોરડા, સાંકળો, અને જેલમાં નંખાઈને પરખાયા.37તેઓને પથ્થરોથી મારી નાંખવામાં આવ્યા, કરવતથી બે ભાગમાં વહેરી નાંખવામાં આવ્યા, તલવારથી મારી નાખવામાં આવ્યા. તેઓને ઘેટાનાં ચામડાં અને બકરાંના ચામડાં પહેરીને ફરતાં હતા, તેઓ કંગાલ, સતાયેલા, અને દૂર વ્યવહાર પામેલા હતાં,38તેઓ રણમાં, પર્વતો પર, ખીણોમાં તથા ગુફાઓમાં ફર્યા, જગત તેઓને માટે યોગ્ય ન હતું.
39તેઓ સવઁ વિષે વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી, છતાં તેઓમાંના કોઈને આપેલા વચનનું ફળ મળ્યું નહિ;40કેમકે ઈશ્વરે આપણે માટે એથી વિષેશ સારું કંઇક નિમાઁણ કયુઁ હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂણઁ ન થાય.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d