હિબ્રૂ1

ઈશ્વરનાં અંતિમ શબ્દો: તેમનાં પુત્ર

1પ્રાચીન સમયમાં ઈશ્વર આપણા પિતૃઓ સાથે પ્રબોધકો દ્વારા જુદી જુદી રીતે અનેકવાર બોલ્યાં હતા,2પરંતુ આ છેલ્લા યુગમાં પુત્ર કે જેને તેમણે સઘળાના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમની દ્રારા આપણી સાથે બોલ્યા.3પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે.4તેથી, તેમને જે નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તેઓને દૂતો કરતાં અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે.

દૂતોથી મોટા પુત્ર

5કારણ કે ઈશ્વરે કયા દૂતને કયારેય કહ્યું છે કે,“તું મારો પુત્ર છે;આજે હું તારો પિતા થયો છું?”વળી તેમણે,“હું તેનો પિતા થઈશ,અને તે મારો પુત્ર થશે?”
6જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે કે,“ઈશ્વરનાં સર્વ દૂતો તેની આરાધના કરો.”
7પોતાના દૂતો વિશે તે એમ કહે છે કે,“તે પોતાના દૂતોને વાયુરૂપ અનેઅગ્નિની જવાળા જેવા પોતાના સેવકોને કરે છે.”
8પરંતુ પુત્ર વિશે તે કહે છે,“હે ઈશ્વર, તારું રાજ્યાસન સદાકાળ ટકશે;અને તારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે.9તું ન્યાયીપણાને ચાહે છે અને અન્યાયીપણાનો ધિક્કાર કરે છે; તેથી ઈશ્વર, એટલે તારા ઈશ્વરે,તારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષેક કયોઁ છે.
10વળી તે કહે છે,“હે પ્રભુ, આરંભમાં તેં પૃથ્વીનો પાયો નાંખ્યો,અને આકાશો તારા હાથની કૃતિ છે.11તેઓ સવઁ નાશ પામશે, પરંતુ તું સદાકાળ રહેશે.તેઓ જર્જરિત વસ્ત્ર સમાન જીણઁ થઈ જશે.12તું તેમને ઝભ્ભાની માફક વાળી લેશેઅને વસ્ત્રની પેઠે તેઓને બોલવામાં આવશે;પરંતુ તું પોતે સદાકાળ એવો ને એવો જ રહેશે.તારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.”
13પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે કે,“જયાં સુધી હું તારા સર્વ શત્રુઓને તારું પાયાસન ન કરું,ત્યાં સુધી તું મારે જમણે હાથે, બેસ?”
14શું તેઓ સવઁ સેવા કરનાર આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી?

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d