ગલાતી5

મસીહમાં સ્વતંત્રતા

1મસીહે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. માટે દ્રઢ રહો, અને ફરીથી દાસત્વની ઝૂંસરી તળે ન જોડાઓ.
2સાંભળો! હું પાઉલ, તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો તો તમને મસીહથી કંઇ લાભ થવાનો નથી.3હું ફરીથી કહીશ કે સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂવઁક કહું છું કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે.4જો તમે નિયમોનાં પાલન વડે ન્યાયી ઠરવાં ઇચ્છા રાખતાં હો તો તમે મસીહથી અલગ થયા છો; તમે કૃપાથી ઘણાં દૂર છો.5કેમકે અમે આત્માથી વિશ્વાસ દ્રારા ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.6કેમકે મસીહ ઈસુમાં સુન્નત ઉપયોગી નથી, અને બેસુન્નત પણ નથી; પણ જે વિશ્વાસ પ્રેમ દ્રારા કાયઁકતાઁ છે તે જ ઉપયોગી છે.
7તમે ઘણી સારી રીતે દોડી રહ્યા હતા, છતાં સત્યને અનુસરતા તમને કોણે રોક્યાં?8તમારાં બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવ્યું છે.9“થોડું ખમીર આખા લોટમાં કાયઁ કરીને ફુલાવે છે.”10હું ઈશ્વર પર ભરોસો રાખું છું કે તમે બીજા મતના નહિ થાઓ, પણ તમને ગૂંચવાડામાં પાડનાર જે કોઈ હશે તેને શિક્ષા પામશે.11ભાઈઓ અને બહેનો હું હજુ સુધી સુન્નતનો ઉપદેશ આપું છું તો પછી મને કેમ સતાવવામાં આવે છે? જો તેમ હોય તો ક્રૂસની ઠોકર લોપ થઇ છે.12જેઓ તમને ભરમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાંખે તો કેવું સારું!

આત્મા દ્રારા જીવન

13મારા ભાઈઓ અને બહેનો, તમને સ્વતંત્ર થવા માટે બોલાવવામાં આવ્યા હતાં પણ તમારી સ્વતંત્રતા શારીરિક વિષયવાસનાંને અથેઁ ન વાપરો; તેના કરતાં એકબીજાને નમ્રતાથી પ્રેમ કરો.14કેમકે આખા નિયમશાસ્ત્રનો સાર આ એક જ આ આજ્ઞાનું પાલન કરવામાં સમાયેલો છે: “તમે તમારા પાડોશીને પોતાના જેવો પ્રેમ કરો”15જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, નહિ તો તમે એકબીજાથી નાશ પામશો.
16હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ.17કેમકે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુધ્ધ ઇચ્છા કરે છે, તેઓ પરસ્પર વિરુધ્ધ છે; અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી.18પણ જો તમે આત્માથી દોરાઓ છો ત્યારે તમે નિયમોને આધીન નથી.
19દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું,20મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી;21જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.
22પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,23નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી.24જેઓ મસીહ ઈસુના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધ્ધાં ક્રૂસ પર જડી દીધા છે.25જો આપણે આત્માથી જીવીએ છીએ, તો આત્માથી ચાલવું પણ જોઈએ.26વળી આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા અભિમાન ન કરીએ.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d