કલોસ્સી4
1માલિકો, તમે તમારાં નોકરો પ્રત્યે ન્યાયી અને માયાળુ વર્તન રાખો. કારણ કે તમે જાણો છે કે સ્વર્ગમાં તમારાં પણ એક માલિક છે.
વધુ સૂચનાઓ
2પ્રાર્થનામાં સતત મંડયા રહો, જાગતાં રહો અને આભાર માનતા રહો.3અને અમારા માટે પણ પ્રાર્થના કરો કે, મસીહના જે મમઁને સારું હું બંધનમાં છું તે કહેવાને ઈશ્વર અમારા માટે દ્રાર ખોલે.4પ્રાથઁના કરો કે જેમ મારે બોલવું જોઈએ તેમ સ્પષ્ટ રીતે હું તે પ્રગટ કરું.5બહારનાં લોકો સાથે વ્યવહાર કરવામાં સમજદાર બનો; દરેક તકનો સદઉપયોગ કરો.6તમારું બોલવું હંમેશા કૃપાયુકત સલૂણૂં હોય જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.અંતિમ શુભેચ્છાઓ
7આપણો વહાલો ભાઈ તુર્ખીકસ મારા વિષે સઘળું જણાવશે. તે વહાલો ભાઈ છે, એક વિશ્વાસુ સેવક અને પ્રભુની સેવામાં સાથીદાસ છે.8મેં તેને તમારી પાસે મોકલ્યો છે. એ માટે કે તે અમારી સ્થિતિ વિષે જણાવે અને તમને ઉત્તેજન આપે.9વળી તે ઓનેસીમસ સાથે આવે છે, તે આપણો વિશ્વાસુ અને વહાલો ભાઈ કે તમારામાંનો એક છે. તેઓ તમને અહીંના બધા સમાચાર આપશે.10અરિસ્તાર્ખસ મારી સાથે અહીં જેલમાં છે. તે અને બાર્નાબાસનો સગો માર્ક તમને પ્રેમપૂર્વક શુભેચ્છા પાઠવે છે. જેને વિષે તમને આજ્ઞા મળી છે, કે તે જો તમારી પાસે આવે તો તેનો આવકાર કરજો.11ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તે પણ તમને સલામ પાઠવે છે. તેઓ જ માત્ર યહૂદીઓ છે કે જેઓ ઇશ્વરના રાજયને માટે મારા સહકમીઁ છે, અને તેઓ મને દિલાસારૂપ છે.12અને મસીહ ઈસુનો સેવક એપાફ્રાસ જે તમારાંમાંનો એક છે તમને કુશળતા પાઠવે છે. તે હંમેશા તમારાં માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરે છે, ઈશ્વરની સવઁ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂણઁ થઇને તમે દ્રઢ રહો.13કેમકે તમારે સારું તથા હું જેઓ લાઓદિકિયામાં અને હિયરાપોલિસમાં રહે છે તેઓને સારું તે બહુ કામ કરે છે, એ વિષે હું સાક્ષી આપું છું.14આપણો પ્રિય મિત્ર ડોકટર લૂક તથા દેમાસ તમને શુભેચ્છા પાઠવે છે.15લાઓદિકિયામાંના ભાઈઓ અને બહેનોને, નુમ્ફાને તથા તેના ઘરમાં જે મંડળી મળે છે તે સહુને મારી સલામ કહેજો.16આ પત્ર વાંચી રહ્યા પછી, તમે લાઓદિકિયાની મંડળીને વંચાવજો અને તેમને લખેલ મારો પત્ર તમે પણ વાંચજો.17વળી આર્ખિપસને જણાવજો કે, “પ્રભુ તરફથી સોંપેલું સેવાકાર્ય તે પુરું કરે.”18હું, પાઉલ, આ મારે હાથે લખેલી સલામ વાંચજો. મારા બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા થાઓ.Biblica, Inc.