કલોસ્સી1
1ઈશ્વરની ઇચ્છાથી, અને મસીહ ઈસુનો પ્રેષિત પાઉલ અને આપણા ભાઈ તિમોથી તરફથી,2કલોસ્સેમાં રહેતાં ઈશ્વરના પવિત્ર લોકો, મસીહમાં વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને,
આપણા ઈશ્વર પિતા તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
આપણા ઈશ્વર પિતા તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
આભારસ્તુતિ અને પ્રાથઁના
3અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે હંમેશાં આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વરનો આભાર માનીએ છીએ,4કેમકે અમે મસીહ ઈસુમાં તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોકો માટે તમારા પ્રેમ વિશે અમે સાંભળ્યું છે.5વિશ્વાસ અને પ્રેમ જે આકાશમાં તમારા માટે રાખી મૂકેલ આશા છે અને તે વિશે તમે સુસમાચારના સત્ય વિશે સંદેશમાં પહેલેથી સાંભળ્યું છે.6જે તમારી પાસે આવી છે તેવીજ રીતે, તે સુસમાચાર આખા જગતમાં ફળ આપે છે તથા વધે છે, જે દિવસે તમે ઇશ્વરનો સંદેશો સાંભળ્યો, તથા સત્યમાં તેમની કૃપા વિશે સમજ્યાં.7તમે અમારા અતિ પ્રિય સાથી, એપાફ્રાસ પાસેથી શીખ્યા, જે અમારા માટે મસીહનો વિશ્વાસુ સેવક છે,8આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિશે પણ તેણે અમને કહ્યું.9તમારાં વિશે સાંભળ્યું, તે દિવસથી અમે તમારે માટે પ્રાર્થના કરવાનું બંધ કયુઁ નથી, અમે સતત પ્રાથઁના કરીએ છીએ કે ઈશ્વર તમને આત્મા દ્રારા આપવામાં આવતી બધી બુધ્ધિ અને સમજણ દ્રારા તેમની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર કરે,10જેથી તમે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય જીવન જીવો. અને સવઁ સારા કામામાં ફળ આપો, અને ઇશ્વરના જ્ઞાનમાં વધતાં જાઓ,11અને તેમના મહિમાવંત સામર્થ્યથી ભરપૂર થાઓ. જેથી તમે પૂણઁ ધીરજ અને સહનશીલતા ધરાવો,12અને પિતાનો આભાર માનો, કે જેણે આપણને પ્રકાશનાં રાજ્યના પોતાના પવિત્ર લોકોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યાં છે.13કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે.14તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.ઇશ્વરના પુત્રોની સવોઁપરીતા
15દીકરો તો અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા છે, સવઁ સૃષ્ટિનો પ્રથમજનિત.16તેમનામાં સઘળું ઉત્પન્ન થયું: આકાશમાં અને પૃથ્વી પર જે કાંઈ છે: દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યાસનો કે રાજ્યો, શાસકો અને સત્તાધીશો સવઁ તેમના દ્રારા તથા તેમને માટે ઉત્પન્ન થયા.17તે સવઁ વસ્તુઓ કરતા અગાઉથી છે, અને તેમનામાં સઘળું વ્યવસ્થિત એક સાથે ટકી રહે છે.18અને તે શરીરનું એટલે કે મંડળીનું શિર છે, તેમણે શરૂઆત અને મૃત્યુ પામેલાંઓમાં પ્રથમજનિત છે, જેથી તે સવઁ બાબતમાં સવોઁપરી બને.19કેમકે તેમનામાં સવઁ પ્રકારની સંપૂણઁતા રહે એમ ઇશ્વરને પસંદ પડ્યું.20અને તેમના દ્રારા ક્રૂસ પર વહેવડાવેલાં તેમના લોહીથી શાંતિ કરાવીને, તેમના દ્રારા તે પોતાની સાથે સવઁનું સમાધાન કરાવે; પછી તે આકાશમાંના હોય કે પૃથ્વી પરનાં હોય.21તમે એક સમયે ઈશ્વરથી ખૂબ દૂર હતા અને દુષ્ટ વતઁનથી તમારા મનમાં તેમના દુશ્મનો હતા.22પરંતુ હવે તેમણે મસીહના શારીરિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, જેથી તમને તેમની હજૂરમાં પવિત્ર, નિર્દોષ, અને દોષરહિત રજૂ કરે,23જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો, અને જે સુસમાચાર તમે સાંભળ્યા છે, તેની આશામાંથી જો ચલિત ન થાઓ તો, એ સુસમાચાર આકાશ નીચેનાં સવઁ પ્રાણીઓને પ્રગટ કરવામાં આવી છે, અને હું પાઉલ તેનો સેવક છું.મંડળી માટે પાઉલનો શ્રમ
24હવે હું તમારા માટે જે દુઃખ સહન કરું છું તેમાં હું આનંદ પામું છું, અને મસીહના શરીર એટલે કે મંડળી માટે, સંકટોમાંની જે ન્યૂનતા હોય તે મારા શરીર દ્રારા પૂરી કરું છું.25ઈશ્વરની વાત સંપૂણઁ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરે મને આપેલા કાયઁ વડે, હું તેમનો સેવક બન્યો છું.26તે મમઁ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખી મૂકયું હતું, પણ હાલ પ્રભુના લોકોને પ્રગટ કર્યું છે.27વિદેશીઓમાં તે મમઁના મહિમાની સંપત શી છે તે ઈશ્વરે તેઓને જણાવવાં ચાહ્યું, એટલે મસીહ, જે તમારામાં છે, એટલે મહિમાની આશા છે.28આપણે બધાંને મસીહમાં સંપૂણઁ રીતે પરિપકવ થયેલા રજૂ કરવા માટે અમે તેમની વાત પ્રગટ કરી છીએ, અને દરેકને સવઁ પ્રકારના જ્ઞાનથી શિખામણ અને શિક્ષણ આપીએ છીએ.29આ માટે હું મસીહ મારાંમાં જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે સખત મહેનત કરું છું.Biblica, Inc.