પ્રેષિતોનાં કાર્યો27

રોમ તરફ પાઉલની મુસાફરી

1જયારે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ઈટાલી તરફ જઈશું. તેથી પાઉલ અને બીજા કેટલાએક કેદીઓને જુલિયસ નામે એક સૂબેદારના હાથમાં સોંપવામાં આવે. તે પાદશાહિ પલટણનો હતો.2અમે અદ્રમુન્તિયાના વહાણમાં બેઠાં, તે આસિયા પ્રાંતના કિનારા બંદરોએ જવાનું હતું. અને અમે સમુદ્રમાં મુસાફરી શરૂ કરી. મકદોનિયા પ્રાંતના થેસ્સાલોનિકાનો અરિસ્તાર્ખસ પણ અમારી સાથે હતો,
3બીજે દિવસે અમે સિદોન પહોચ્યા. ત્યારે સૂબેદાર જુલિયસે પાઉલ પ્રત્યે ઘણી મમતા દર્શાવી અને તેને તેના મિત્રોને મળવા જવાની રજા આપી, જેથી તેઓ તેની જરૂરિયાતો પૂરી કરી શકે.4ત્યાંથી અમે ફરીથી સમુદ્રમાં ગયાં પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસના કિનારા તરફ ગયા.5અમે કિલીકિયા અને પામ્ફૂલિયા પ્રદેશનાં દરિયાકાંઠે થઈને અમે લુસિયાના મુરા બંદરે પહોંચ્યા.6ત્યાં સૂબેદારને તે ઈટાલી તરફ જતું આલેકઝાન્ડ્રિયાનું એક વહાણ મળ્યું તેણે અમને તેમાં બેસાડી દીધા.7કેટલાક દિવસો સુધી અમે ધીમે ધીમે આગળ વધ્યાં, કનીદસ પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી. પણ જોરદાર પવન હોવાથી અમે ક્રીતની બાજુમાં રહીને સાલ્મોન બંદર પસાર કરીને આગળ વધ્યાં.8ભારે મુશ્કેલીથી દરિયા કિનારે આગળ વધ્યાં અને લાસિયા શહેરની પાસે સુંદર બંદર નામનાં એક સ્થળે આવ્યા.
9ત્યાં સમય ઘણો ગયો હતો, અને વહાણ ચલાવવું ઘણું જોખમ ભરેલું હતું. કેમકે ઉપવાસનો દિવસ વીતી ગયો હતો. પાઉલે તેઓને ચેતવણી આપી,10“ભાઈઓ હું જોઈ શકું છું કે આપણી મુસાફરી વિનાશક બનવાની છે અને વહાણ, માલસામાન અને આપણા પોતાના જીવને નુકશાન થશે.”11પણ સૂબેદારે પાઉલે જે કહ્યું તે સાંભળવા કરતાં વહાણનાં કપ્તાન અને માલિકનાં કહેવા પર વધારે ધ્યાન આપ્યું.12વળી સુંદર બંદર શિયાળો ગાળવાં માટે અનુકૂળ નહિ હોવાથી, મોટાભાગના ખલાસીઓએ આગળ જઈને ફેનીકસ બંદરે શિયાળો ગાળવાંનું નક્કી કયુઁ. ફેનીકસ ક્રીતનું એક સારું બંદર હતું. તેનું મુખ નૈઋત્ય અને વાયવ્ય ખૂણાઓ તરફ હતું.

તોફાન

13જયારે દક્ષિણ દિશા તરફથી મંદ પવન શરૂ થયો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને. તેઓએ લંગર છોડી ને અમે ક્રીતના કિનારે હંકાયુઁ.14થોડી જ વાર પછી ટાપુ પરથી યરાકુલોન નામનો પવન ફૂંકાવા લાગ્યો.15વહાણ આંધીમાં સપડાઈ ગયું અને પવનમાં આગળ વધી શક્યું નહિ; તેથી અમે માગઁ આપીને તેને ઘસડાવાં દીધું.16જયારે અમે કૌદા નામનાં એક નાનાં ટાપુની ઓથમાં થઈને પસાર થયા, ત્યારે અમે મહામુશ્કેલીથી જીવન રક્ષક હોડીને સલામત રાખી શકયાં.17તેથી માણસોએ તેને વહાણમાં ઉચક્યું પછી વહાણને બાંધવા તેઓએ દોરડાં નાખ્યાં. તેઓને બીક હતી કે વહાણ સુર્તિસના રેતી પટ્ટામાં અથડાય જશે. તેથી તેઓએ લંગર નીચે કયાઁ અને વહાણને પવનમાં તણાવા દીધું.18તોફાનથી અમને એટલી તકલીફ પડી કે બીજે દિવસે વહાણમાંનો સામાન દરિયામાં નાંખી દેવા માંડયો.19ત્રીજે દિવસે તેઓએ પોતાના હાથે વહાણનાં સામાનને પાણીમાં ફેકી દિઘો.20જયારે ઘણાં દિવસો સુધી સૂયઁ કે તારા દેખાયા નહિ અને તોફાન સતત ચાલુ રહ્યું, ત્યારે અમે બચાવની કોઈ આશા રહી નહિ.
21ઘણાં દિવસો સુધી જયારે કોઈએ કશું જ ખાધું નહિ, ત્યારે તેમની આગળ ઊભા થઇને પાઉલે કહ્યું, “ભાઈઓ, તમારે મારી સલાહ ધ્યાનમાં લેવા જેવી હતી, ક્રીત બંદરેથી નીકળવું જોઈતું ન હતું. જો એમ કર્યું હોત તો તમે આ આફત અને વિનાશમાંથી ઊગરી ગયા હોત.22પણ હું તમને વિનંતી કરું છું કે તમે હિંમત રાખો, કારણ કે આપણામાંના કોઈની જાનહાનિ થવાની નથી; માત્ર વહાણ જ નાશ પામશે.23કેમકે હું જે ઈશ્વરનો છું અને જેની સેવા કરું છું તેમનો એક દૂત ગઈ રાત્રે મારી પાસે આવીને ઊભો રહ્યો.24અને કહ્યું, ‘પાઉલ, તું ગભરાઈશ નહિ. તારે કૈસરની આગળ હાજર થવાનું છે અને ઈશ્વરે તારી સાથે વહાણમાં બેઠેલા બધા લોકોના જીવ તને આપ્યા છે.’25તેથી ભાઈઓ તમે હિંમત રાખો, કેમકે મને ઈશ્વર પર વિશ્વાસ છે કે તેમણે જે કહ્યું છે તે પ્રમાણે જ થશે.26તેમ છતાં આપણે કોઇ એક ટાપુ પર અથડાવવુ પડશે.”

વહાણ ભંગાણ

27ચૌદમી રાત્રે અમે આંદ્રિયા સમુદ્ર પાર કરી રહયાં હતા, ત્યારે મધરાતનાં સુમારે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ જમીન પાસે આવી પહોંચ્યા છીએ.28તેઓએ પાણી માપ્યું અને જોયું કે પાણીની ઊંડાઈ એકસો વીસ ફૂટ હતી. થોડે આગળ જઈને ફરી માપ લીધું અને પાણીની ઊંડાઈ નેવું ફૂટ હતી.29આપણે ખડકો સાથે અથડાય જઈશું એ ડરથી તેઓએ વહાણનાં પાછલાં ભાગ પરથી ચાર લંગર નીચે ઉતાર્યા અને દિવસ ઉગવા માટે પ્રાથઁના કરી.30ખલાસીઓએ વહાણમાંથી નાસી જવાની યોજના કરી અને વહાણનાં આગલા ભાગેથી જાણે કે લંગર નાંખતા હોય એવો દેખાવ કરીને જીવન રક્ષક હોડીને સમુદ્રમાં ઉતારી.31પછી પાઉલે સૈનિકોને અને સૂબેદારને કહ્યું કે, “જો આ માણસો વહાણમાં નહિ રહે તો તમે બચી શકશો નહિ.”32તેથી સૈનિકોએ જીવન હોડીનાં દોરડાં કાપી નાંખ્યાં અને હોડીને સમુદ્રમાં તણાઈ જવા દીધી.
33સવાર પડતા પહેલાં પાઉલે દરેક જણને ખોરાક લેવાં માટે વિનંતી કરી, તેણે કહ્યું, “છેલ્લા ચૌદ દિવસથી તમે મંથર ગતીમાં છો અને ખાધા વગર રહયાં છો, તમે કંઈ પણ ખાધું નથી.34હવે હું તમને વિનંતી કરું છું કે તમે થોડું ખાઓ, કેમકે બચવા માટે તમારે તેની જરુર છે. તમારાંમાંથી કોઈનાં માથાનો એક પણ વાળ ઓછો થવાનો નથી!”35એમ કહીને તેણે રોટલી લીધી, અને બધાની સામે ઈશ્વરનો આભાર માન્યો અને તેને ભાંગીને તેમાંથી ખાધી.36ત્યારે બધાને હિંમત આવી અને તેઓએ પોતે પણ કંઇ ખાઘું.37વહાણમાં બધા મળીને બસો છોંતેર હતા.38જયારે તેઓએ ધરાયને ભોજન કર્યા પછી તેઓએ અનાજ સમુદ્રમાં ફેંકીને વહાણને હલકું બનાવ્યું.
39જયારે દિવસ ઉગ્યો ત્યારે તેઓએ પ્રદેશને ઓળખી શક્યાં નહિ પણ તેઓએ રેતીના કાંઠાવાળી એક ખાડી જોઈ. અને જો શકય હોય તો ત્યાં વહાણને જમીન પર ધકેલી દેવાનું નક્કી કયુઁ.40તેઓએ લંગરોને કાપી નાંખીને તેમને સમુદ્રમાં રહેવા દીધા. અને સુકાન સાથે બાંધેલા દોરડાં ઢીલાં કર્યા અને સઢ ચઢાવીને કિનારા તરફ વહાણને આગળ હંકાયુઁ,41પણ વહાણ રેતીના ઢગલા સાથે અથડાયું અને રેતીમાં ખૂંપી ગયું. વહાણનો આગળનો ભાગ મજબુત રીતે અટકી ગયો અને હલ્યો નહિ, અને મોજાંના મારને લીધે વહાણનો પાછલો ભાગ ભાંગી ગયો.
42સૈનિકોએ કેદીઓ તરીને નાસી ન જાય તે માટે તેમને મારી નાખવાની યોજના બનાવી.43પણ સૂબેદાર પાઉલને બચાવવાં માગતો હતો; તેથી તેણે તેમની યોજના સંપૂણઁ કરતા અટકાવ્યા, તેણે હુકમ કર્યા કે જેઓને તરતાં આવડે છે, તેઓ વહાણમાંથી કૂદી પડે અને તરીને કિનારે જાય.44બાકીનાઓ લાકડાનાં પાટિયાં તથા તૂટેલાં વહાણનાં લાકડાંને સહારે કિનારે જાય. એમ બધા સહીસલામત કિનારે પહોંચી ગયા.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d