પ્રેષિતોનાં કાર્યો24

ફેલીક્સ સમક્ષ પાઉલનો કેસ

1પાંચ દિવસ પછી પ્રમુખયાજક અનાન્યા કેટલાક આગેવાનો તથા તર્ટુલ્લસ નામે એક વકીલને લઈને રાજ્યપાલ સમક્ષ પાઉલની વિરુધ્ધ ફરીયાદ નોંધાવવા ગયો.2જયારે તર્ટુલ્લસને આગળ પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે, તેણે ફેલીક્સ સમક્ષ આરોપ મૂકતાં કહ્યું: “તમારા સમયમાં અમે ઘણી સુખશાંતિ ભોગવી છે, અને તમારી દિઘઁદ્વષ્ટિથી આ દેશમાં સુધારા થયા છે.3માનનીય ફેલીક્સ અમે દરેક જગ્યાએ અને દરેક પ્રકારે આ વાતના ખૂબ આભારી છીએ.4પણ આપને વધારે તસ્દી આપવાં માંગતો નથી. માટે કૃપા કરીને મારી ટૂંક વિગત ધ્યાનપૂર્વક સાંભળો.
5“અમને આ માણસ મુશ્કેલી ઊભો કરનારો અને આખા જગતના સવઁ યહૂદીઓને હુલ્લડ મચાવનારો જણાય છે. તે નાઝારી પંથનો આગેવાન છે.6અને તે મંદિરને અશુધ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે અમે તેની ધરપકડ કરી.7પણ એટલામાં સરદાર લૂકિયસ તેને અમારી પાસેથી બળજબરી કરીને છોડાવી લઈ ગયો. 8જો તમે પોતે તેની તપાસ કરશો તો તમને જણાશે કે અમે તેના પર જે આરોપો મુકી રહ્યા છે તે સત્ય છે કે નહિ તે શોધી કાઢશો.”
9બિજા યહૂદીઓ પણ આ આરોપોમાં સામેલ થયા અને કહ્યું આ વાતો સાચી છે.
10જયારે રાજ્યપાલે પાઉલને બોલવાનો ઈશારો કર્યા, ત્યારે પાઉલે કહ્યું, “હું જાણું છું કે આપ ઘણાં વર્ષોથી આ દેશના ન્યાયાધીશ છો, તેથી હું ખુશીથી મારો બચાવ કરી શકું છું.11તમે સરળતાથી તપાસી શકો છો કે બાર દિવસ પહેલાં હું ભકિત કરવા યરુશાલેમ ગયો હતો.12મારા પર આરોપ મૂકનારાઓએ મને મંદિરમાં કે કોઈ પણ સભાસ્થાનમાં અથવા શહેરમાં કે બિજે કયાંય વાદવિવાદ કયોઁ નથી કે લોકોમાં બળવાનો ઉશ્કેરાટ કરતા જોયો નથી.13તેઓ મારી વિરુઘ્ઘ જે તહોમતો મૂક્યાંં છે તે તમારી આગળ સાબિત કરી શકે તેમ નથી.14છતાં હું કબૂલ કરું છું કે જે માર્ગને તેઓ પંથ તરીકે ઓળખે છે, તે પ્રમાણે ઈશ્વરની ભકિત કરવાનાં અમારા પૂર્વજોનાં વિધિને હું અનુસરુ છું. તે માગઁનો હું અનુયાયી છું. નિયમોમાં અને પ્રબોધકોને હું દ્રઢતાપૂર્વક માનું છું.15અને મને પણ ઇશ્વરમાં એવી જ આશા છે જેવી આ માણસોને છે, કે ન્યાયીઓ અને દુષ્ટો બંનેનું પુનરુત્થાન થશે.16તેથી હંમેશાં ઈશ્વરની અને માણસોની આગળ હું મારું અંતઃકરણ શુધ્ધ રાખવા પ્રયત્ન કરું છું.
17“ઘણાં વરસો પછી, મારા લોકોને ગરીબો માટે દાન આપવાં તથા અર્પણ ચઢાવવા હું યરુશાલેમ આવ્યો.18જયારે તેઓએ મને મંદિરમાં વિધિપૂવઁક શુધ્ધ થયેલો જોયો. ત્યારે મારી સાથે કોઈ ભીડ ન હતી કે મેં કોઈને ખલેલ પહોંચાડી ન હતી.19પણ આસિયા પ્રાંતના કેટલાક યહૂદીઓ ત્યાં હતા, મારી વિરુધ્ધ તેઓને કંઈ હોય તો તેઓએ અહીં હાજર રહીને ફરીયાદ કરવી જોઈતી હતી.20અથવા અહીં હાજર રહેલા આ લોકો કહે કે જયારે હું ન્યાયસભાની આગળ ઉભો હતો ત્યારે મારામાં કયો ગુનો જોયો?21સિવાય કે હું તેઓની મઘ્યે ઊભા રહીને, મેં એક વાત બૂમ પાડીને કહી હતી કે, ‘મૂએલાંના પુનરુત્થાનમાં વિશે આજે તમારી આગળ મારો કેસ ચાલી રહયો છે.’ ”
22ફેલીક્સ જે ઈસુના પંથ વિશે સારી રીતે માહિતગાર હતો, તેણે કેસ મુલતવી રાખ્યો અને કહ્યું, “જયારે સેનાપતિ લિશિયાસ આવશે ત્યારે હું તમારા કેસનો નિણઁય કરીશ.”23તેણે પાઉલને ચોકીપહેરામાં રાખવા આદેશ આપ્યો, પણ તેને કંઇ છુટ આપવી અને તેના મિત્રોને તેની જરૂરિયાતો પુરી કરવાની પરવાનગી આપવાનો આદેશ આપ્યો.
24કેટલાંક દિવસો પછી ફેલીક્સ, તેની પત્ની દ્રુસિલા જે યહૂદી હતી તેની સાથે ત્યાં આવ્યો. તેણે પાઉલને પોતાની પાસે બોલાવ્યો, અને મસીહ ઈસુ પરના વિશ્વાસ વિશેની વાત સાંભળી.25જયારે પાઉલ ન્યાયીપણું, આત્મસંયમ અને આવનાર ન્યાય વિશે વાત કરી રહયો હતો, ત્યારે ફેલીક્સ ગભરાઈ ગયો. અને તેણે કહ્યું, “હમણાં માટે બસ, હવે તું જા, જયારે મને અનુકૂળ લાગશે ત્યારે, હું તને ફરીથી બોલાવીશ.”26પાઉલ મને પૈસા આપશે એવી તે આશા રાખતો હતો, તેથી તે વારંવાર તેને બોલાવતો હતો અને તેની સાથે ચર્ચા કરતો હતો.
27આમ ને આમ બે વર્ષ વીતી ગયા, પછી ફેલીકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તુસની આવ્યો, પણ ફેલીક્સ યહૂદીઓને ખુશ કરવા માગતો હતો. તેથી તે પાઉલને જેલમાં મુક્તો ગયો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d