પ્રેષિતોનાં કાર્યો20
મકદોનિયા અને ગ્રીસ તરફ
1જયારે ધાંધલ શાંત પડયાં, પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેમને ઉત્તેજન આપ્યું, વિદાય આપીને મકદોનિયા તરફ જવા નીકળ્યો.2તેણે વિસ્તારમાંથી પસાર થઇને લોકોને ઉત્તેજનના ઘણાં શબ્દો કહયાં અને અંતે તે ગ્રીસ પોહચ્યો.3ત્યાં તે ત્રણ માસ સુધી રહ્યો, પછી તે જળમાર્ગે સિરીયા જવા નિકળ્યો, કેટલાક યહૂદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડયું હતુ, તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.4તેની સાથે બરૈયાના પુર્હસનો દીકરો સોપાતર, થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી, આસિયાના તુર્ખીકસ અને ત્રોફીમસ હતા.5આગળ જઈને તેઓ ત્રોઆસમાં અમારી રાહ જોતાં હતા.6બેખમીર રોટલીનું પર્વ પૂરું થયું ત્યારે અમે ફિલિપ્પીથી વહાણમાં બેસીને નીકળ્યાં અને પાંચ દિવસ પછી ત્રોઆસમાં તેઓની પાસે આવી પહોંચ્યા. ત્યાં અમે સાત દિવસ રોકાયા.ત્રોઆસમાં યુતુખસને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યો
7અઠવાડિયાને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને માટે એકઠા થયા. પાઉલે ઉપદેશ આપ્યો. બીજે દિવસે તે ત્યાંથી જવાનો હતો, તેથી તેણે મધરાત સુધી ઉપદેશ ચાલુ રાખ્યો.8અમે ઉપલી મેડીમાં એકઠા થયા હતા, ત્યાં ઘણાં દીવા સળગતાં હતા.9પાઉલનું ભાષણ ચાલતું હતું. તે દરમિયાન બારીએ બેઠેલા યુતુખસ નામનાં એક જુવાન ભર ઊંઘમાં હતો ત્યારે તે ત્રીજે માળેથી નીચે પડયો અને મૂએલો ઉપાડયો.10પાઉલે જુવાન પર પડીને તેને બાથમાં લીધો અને કહ્યું, “ચિંતા કરશો નહિ, તે જીવે છે.”11પછી તે ઉપર ગયો અને રોટલી ભાંગીને ખાધી અને પરોઢ સુધી વાત કરી અને પછી વિદાય લીધી.12લોકો તે જુવાનને જીવતો ઘરે લઇ ગયા, અને તેઓ ઘણો દિલાસો પામ્યા.એફેસસના વડિલોને પાઉલની વિદાય
13અમે આગળ જઈને વહાણમાં આસસ ગયા, જયાં અમે પાઉલને વહાણમાં લેવાનાં હતા. તે પગપાળા જવાનો હોવાથી તેણે આ વ્યવસ્થા કરી હતી.14જયારે તે અમને આસસમાં મળ્યો ત્યારે ત્યાંથી અમે તેને વહાણમાં લઇને મિતુલેને ગયા.15બીજે દિવસે અમે હંકારીને ખીઓસ આવી પહોંચ્યા. બીજે દિવસે અમે સામોસ ગયા અને પછીના દિવસે મિલેતસ ગયા.16પાઉલે આસિયામાં સમય ગાળવો ન પડે માટે એફેસસને બાજુ પર મુંકીને વહાણમાં જવાનું નક્કી કયુઁ, કેમકે શકય હોય તો પચાસમાના દિવસે તે યરુશાલેમ પહોંચવાની ઉતાવળ હતી.17મિલેતસથી, પાઉલે એફેસસની મંડળીના વડીલોને સંદેશો મોકલ્યો.18જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે તેઓને કહ્યું: “તમે જાણો છો કે આસિયા પ્રાંતમાં આવ્યો તે બધો સમય હું તમારી સાથે રહીને કેવી રીતે વત્યોઁ છું.19મેં ખુબજ નમ્રતાથી અને આંસુસહિત, અને મારા યહૂદી વિરોઘીઓના કાવતરાઓથી, કઠીન પરિક્ષણો વચ્યે પ્રભુનું કામ કર્યું છે.20તમે જાણો છો કે તમારા માટે ઉપયોગી કંઇ પણ ઉપદેશ આપવામાં હું અચકાયો નથી પણ જાહેરમાં કે ઘરે ઘરે ઉપદેશ આપ્યો છે.21મેં યહૂદીઓ અને ગ્રીકોને કહ્યું છે કે તેઓએ પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરી આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો જોઈએ.22“અને હવે, હું પવિત્ર આત્માની દોરવણીથી યરુશાલેમ જાઉં છું. ત્યાં મને શું થશે તે હું જાણતો નથી;23હું ફકત એટલું જ જાણું છું કે પવિત્ર આત્મા મને ચેતવણી આપે છે કે દરેક શહેરમાં મારે જેલ અને સતાવણી સહન કરવાનાં છે.24પણ હું મારો જીવ વહાલો ગણીને તેની દરકાર કરતો નથી; મારો એક માત્ર ધ્યેય દોડ પુરી કરવાનો પ્રભુ ઈસુએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવાનો છે. તે કાયઁ અને ઈશ્વરની મહાન કૃપાની સુવાર્તાની સાક્ષી આપું.25“હું જાણું છું કે તમારાંમાંનો કોઇ પણ, જેમને મેં રાજ્યનો ઉપદેશ આપ્યો છે તેઓમાંથી કોઈ પણ મને ફરીથી જોનાર નથી.26તેથી હું તમને જાહેર કરું છું કે હું તમારા કોઈનાં પણ લોહી માટે નિદોઁષ છું.27કેમકે મેં તમને ઈશ્વરનો સંપૂર્ણ ઇરાદો તમારી આગળ પ્રગટ કરવામાં કોઇ સંકોચ કયોઁ નથી.28તમે પોતાના પર અને પવિત્ર આત્માએ તમને જે ટોળા પર અધ્યક્ષ નિમ્યા છે તે વિશે સાવધાન રહો. ઈશ્વરનની મંડળીના પાળક બનો જેને તેમના પોતાના લોહી દ્વારા ખરીદી છે.29હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારાંમાં ઊભા થશે. તેઓ ટોળા પ્રત્યે જરા પણ દયા બતાવશે નહિ.30વળી ખુદ તમારાં પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે કે જેઓ સત્યનો અવળો અર્થ કરીને શિષ્યોને પોતાની પાછળ ગેરમાર્ગે દોરી જશે.31તેથી સાવધ રહો! અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી મેં રાતદિવસ આંસુઓ વહેવડાવીને તમને દરેકને ચેતવવાનું બંધ કયુઁ નથી.32“હવે હું તમને ઈશ્વરની તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. જે તમને મજબૂત બનાવી શકે છે અને પવિત્ર થયેલા બધાં લોકોમાં તમને વારસો આપી શકે.33મેં કોઇના ચાંદી કે સોના કે વસ્ત્રનો લોભ કયોઁ નથી.34વળી તમે જાણો છો કે મારી તથા મારા સાથીદારોની જરૂરિયાત પૂરી પાડવા માટે મેં મારે હાથે જ મહેનત કરી છે.35મેં જે કંઇ કયુઁ તેમાં મેં તમને બતાવ્યું કે આ પ્રકારની સખત મહેનતથી આપણે ગરીબોને મદદ કરવી જોઈએ, પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું તે તમારે યાદ રાખવું જોઈએ કે ‘લેવાં કરતાં આપવામાં વિશેષ ધન્યતા છે.’ ”36જયારે પાઉલે વાત પુરી કયાઁ પછી, તેણે સવઁએ ઘુંટણે પડીને તેઓની સાથે પ્રાર્થના કરી.37તેઓ સઘળા બહુ રડયા અને કોટે વળગીને તેને ચુંબન કયુઁ.38પાઉલે કહ્યું હતું કે તમે મારું મોં ફરીથી જોવા પામશો નહિ એને લીધે તેઓ વધારે દુઃખી થયા. પછી તેઓ વહાણ સુધી તેની સાથે ગયા.Biblica, Inc.