પ્રેષિતોનાં કાર્યો2
પવિત્ર આત્માનું પચાસમા દિવસે આગમન
1જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા,2એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું.3જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી.4તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.5હવે દરેક આકાશ નિચેના દેશોમાંથી ઇશ્વરનો ભય રાખનાર ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.6જયારે તેઓએ આ અવાજ સાંભળ્યો, ત્યારે આવેલા બધા સ્તબ્ધ થઈ ગયા, કેમકે દરેકે પોતાની જ ભાષાઓમાં બોલતાં સાંભળ્યા.7વિસ્મિત થઇને પૂછવાં લાગ્યા કે, “શું આ બોલનારા બધા ગાલીલના નથી?8ત્યારે કેવી રીતે આપણે તેઓને આપણી માતૃભાષામાં બોલતા સાંભળીએ છીએ?9પારથીઓ, માદીઓ, અને એલામીઓ; મેસોપોટેમિયાનાં રહેવાસીઓ, યહૂદિયાના, અને કાપાદોકિયાના, પોંતસના, અને આસિયાના,10ફ્રુગિયાનાં, અને પામ્ફૂલિયાના, ઈજિપ્તના, અને લિબિયા બાજુના, કુરેની ભાષી વિસ્તારનાં, રોમનનાં પ્રવાસીઓ,11(યહૂદી અને બનેલાં યહૂદીઓ) ક્રીતીઓ અને આરબો, આપણે સર્વને ઈશ્વરના પરાક્રમી કામો વિષે આપણી માતૃભાષાઓમાં બોલતાં સાંભળીએ છીએ!”12તેઓ વિસ્મય પામ્યા અને ગુંચવણમાં પડી જઈને એકબીજાને પૂછવાં લાગ્યા, “આનો શો અર્થ હશે?”13પણ કેટલાકે તેમની મશ્કરી કરીને કહ્યું કે, “તેઓએ ખૂબ દારૂ પીધો છે.”પિતર સંબોધે છે
14પછી અગિયારની સાથે પિતર ઉભો થયો, મોટેથી બોલીને ટોળાને સંબોઘ્યું: “હે યહૂદી ભાઈઓ અને યરુશાલેમનાં રહેવાસીઓ; મને આ સમજાવવા દો; હું જે કહું છું તે ઘ્યાનથી સાંભળો.15જેમ તમે ધારો છો તેમ આ માણસો પીધેલાં નથી, હજુ તો સવારનાં નવ વાગ્યાં છે!16ના, આ તો યોએલ પ્રબોધકે જે ભવિષ્યકથન કહ્યું હતું તે છે:17“ ‘ઈશ્વર કહે છે કે,છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.તમારાં જુવાનોને સંદર્શનો થશે,તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.18તે દિવસોમાં હું મારા સેવકો, બન્ને પુરુષો તથા સ્ત્રીઓ પર,મારો આત્મા રેડી દઈશ અને,તેઓ પ્રબોધ કરશે.19હું ઉપર આકાશમાં અદભુત કૃત્ય તથા નિચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ,લોહી, તથાઅગ્નિ અને ધુમાડાનાં ગોટેગોટા દેખાડીશ.20પ્રભુનો એ મહાન તથા ગૌરવી દિવસ આવે તે પહેલાંસૂર્ય અંધકારમય અનેચંદ્ર લોહી થઈ જશે.21અને જે કોઇ પ્રભુને નામે વિનંતી કરશે,તે તારણ પામશે.’22“ઇઝરાયેલી માણસો, તમે આ સાંભળો: ઈશ્વરે પસંદ કરેલાં નાઝરેથના ઈસુ મારફતે જે મહાન ચમત્કારો કરાવીને સર્વ લોકો આગળ એ સ્પષ્ટ કર્યું કે, તે ઈશ્વરના પસંદ કરેલાં છે, તમે એ જાણો છો,23આ માણસને ઈશ્વરની યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે તમને સોંપવામાં આવ્યા હતા, અને તમે દુષ્ટ માણસોની મદદથી તેમને ક્રૂસે જડાવીને ખિલ્લા મારીને મારી નાંખ્યાં;24પણ ઈશ્વરે તેમને મરણની વેદનામાંથી છોડાવીને સજીવન કર્યા. કેમકે મૃત્યુ તેમને બંધનમાં રાખી શકે એ અશક્ય હતું.25દાવિદે તેમના વિશે કહ્યું:“મેં પ્રભુને હંમેશા મારી સમક્ષ જોયા છેકેમકે તે મારે જમણે હાથે છે,તેથી હું ડગીશ નહિ,26તેથી મારું હૃદય આનંદથી ભરપૂર છે; અને મારી જીભ આનંદ કરે છે;મારો દેહ પણ આશામાં આરામ કરશે,27કેમકે તમે મને હાદેસમાં રહેવા દેશો નહિ,તમારાં પવિત્રને સડો જોવા દેશો નહિ.28તમે મને જીવનના માગોઁ જણાવ્યાં છે. તમે તમારી હાજરીમાં મને આનંદથી ભરી દેશો.29“ઇઝરાયેલીઓ, હું તમને ખાતરીપૂવઁક કહી શકું છું કે પૂવઁજ દાવિદ મુત્યુ પામ્યા અને દફનાવામાં આવ્યા અને તેની કબર હાલ આપણી મધ્યે મોજૂદ છે.30પણ તે પ્રબોધક હતો, અને તેણે જાણ્યું કે ઈશ્વરે વચન આપ્યું હતું કે તેના વંશજોમાંનો એકને તેના રાજ્યાસન પર બેસાડશે,31ભવિષ્યમાં શું થવાનું છે તે જાણીને તેણે મસીહનાં પુનરુત્થાન વિશે આગાહી કરતાં તેણે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, ને તેમનાં શરીરે કોહવાણ જોયું નહિ.32એ ઈસુને ઈશ્વરે સજીવન કયાઁ છે, અને અમે સર્વએ વાતનાં સાક્ષી છીએ.33ઈશ્વરના જમણે હાથે ઉપર લઇ લેવામાં આવ્યા, અને તેમણે વચન આપ્યા પ્રમાણે પિતા પાસેથી પવિત્ર આત્મા પ્રાપ્ત કયોઁ છે અને તમે જે જોઈ રહ્યા છો ને સાંભળી રહ્યા છો તે તેમણે રેડી દીધું છે.34કેમકે દાવિદ કદી આકાશમાં ચઢી ગયો ન હતો, છતાં તેણે કહ્યું કે,“ ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે:“મારા જમણા હાથે બેસ.35જયાં સુધી હું તારા શત્રુઓને,તારે માટે પાયાસન ન કરું ત્યાં સુધી.” ’36“તેથી જ ઇઝરાયેલનાં દરેકે ખચીત જાણવું કે, આ ઈસુ કે જેમને તમે ક્રૂસે જડી દીધા, તેમને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યાં છે.”37જયારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તેઓના હૃદય વીંધાય ગયા. અને તેઓએ પિતર તથા બીજા પ્રેષિતોને કહ્યું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”38પિતરે જવાબ આપ્યો, “પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;39આ વચન તમારાંં માટે અને તમારાં સંતાનોને માટે તથા જેઓ દૂર છે તેઓને માટે છે, જેમને આપણા ઈશ્વર પ્રભુ બોલાવશે તે બધા માટે છે.”40બિજા ઘણા વચનથી ચેતવણી આપતાં વિનંતી કરી કે, “આ દુષ્ટ પેઢીથી પોતાને બચાવો.”41જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.વિશ્વાસીઓની સંગત
42તેઓ પ્રેષિતોના શિક્ષણમાં, સંગતમાં, અને પ્રભુભોજનમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યાં.43પ્રેષિતો દ્રારા કરવામાં આવેલા ઘણાં અદભુત કૃત્યો તથા ચમત્કારોથી બધા ભયભીત થયા.44સર્વ વિશ્વાસીઓ સંગતમાં રહેતાં અને તેઓની બધી વસ્તુઓ સહિયારી હતી.45તેઓ પોતાની મિલકત વેચી નાંખતા, અને જરૂરિયાતમંદ લોકોને વહેંચી આપતાં.46તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા.47ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.Biblica, Inc.