પ્રેષિતોનાં કાર્યો17
થેસ્સાલોનિકામાં
1પછી મુસાફરી કરતા પાઉલ અને તેના સાથીદારો અમ્ફિપુલિસ અને અપલાનિયામાં થઈને તેઓ થેસ્સાલોનિકા આવ્યા, જયાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.2પાઉલે પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયો, અને ત્રણ વિશ્રામવાર સુધી તેણે તેઓની સાથે શાસ્ત્રમાંથી વાદવીવાદ કયોઁ.3“ખુલાસો આપીને સિધ્ધ કયુઁ કે મસીહે દુઃખ સહન કરવું અને મુત્યુમાંથી સજીવન થવું. તેણે કહ્યું કે આ ઈસુ જેને હું પ્રગટ કરું છું તે એ જ મસીહ છે.”4એ વાતો સાંભળીને ઈશ્વરની બીક રાખનાર ગ્રીક અને ઘણી પ્રતિષ્ઠીત ગણાતી સ્ત્રીઓ અને કેટલાક યહુદીઓ પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.5પણ બિજા યહૂદીઓને અદેખાઈ આવી; તેઓએ શેરીનાં ગુંડાઓને ઉશ્કેયાઁ, ટોળું ભેગું કરીને શહેરમાં હુલ્લડ મચાવ્યું. તેઓએ યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઠી લાવવાનો પ્રયત્ન કયોઁ.6જયારે તેઓ તેમને મળ્યાં નહિ ત્યારે તેઓએ યાસોનને તથા કેટલાક વિશ્વાસીઓને બહાર ખેંચી કાઢીને બુમો પાડી: કે “આ માણસો કે જેમણે આખા જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીંયા પણ આવ્યા છે.7અને યાસોને તેઓને પોતાના ઘરમાં રાખ્યાં છે. તેઓ બધા કૈસરની આજ્ઞાઓ ની વિરુદ્ધ જઈને કહે છે કે બીજો એક રાજા છે, કે જે ઈસુ કહેવાય છે.”8જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે ટોળાએ અને શહેરનાં ન્યાયાધીશોમાં ખળભળાટ મચી ગયો.9પછી તેઓએ યાસોનને તથા અન્યને જામીન આપીને છોડી મૂક્યાં.બરૈયામાં
10જેવી રાત થઇ કે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા મોકલી દીધા, ત્યાં પોહચીને, તેઓ સભાસ્થાનમાં ગયા.11બરૈયાના યહુદી લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં વધુ ઉમદા સ્વભાવના હતા, કેમકે તેઓ ઉત્સાહથી સંદેશો સ્વીકારતા અને પાઉલ જે કહે છે તે સાચુ છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા હતા.12પરિણામે તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કયોઁ. અને કેટલીક ગ્રીક ખાનદાન સ્ત્રીઓએ તથા ઘણાં ગ્રીક પુરુષોએ પણ વિશ્વાસ કયોઁ.13પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓને સાંભળ્યું કે પાઉલ બરૈયામાં ઇશ્વરનું વચન પ્રગટ કરે છે ત્યારે તેઓમાંના કેટલાક ત્યાં પણ પહોંચી ગયા. અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યાં.14ત્યારે વિશ્વાસીઓએ તરત જ પાઉલને દરિયા કિનારે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બરૈયામાં જ રહ્યા.15પાઉલને લઇ જનારાઓ તેને આથેન્સ લઇ ગયા. પછી સિલાસ અને તિમોથી વહેલી તકે તેની પાસે આવવાની સુચના આપીને ગયા.આથેન્સમાં
16જયારે પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો, તે દરમિયાન તે શહેર મૂર્તિઓથી ભરેલું જોઈ ખુબજ દુઃખી થયો.17તેથી સભાસ્થાનમાં યહૂદીઓ તથા ઇશ્વરનો ડર રાખનાર ગ્રીકો સાથે, અને બજારમાં દરરોજ જે લોકો તેને મળતાં તેમની સાથે ચર્ચા કરતો.18કેટલાક એપીકયુરી અને સ્ટોઈક મતનાં ફિલસૂફોની સાથે પણ વાદવિવાદ કરવા લાગ્યો, કેટલાકે પૂછયું, આ બકબક કરનારા શું કહેવા માગે છે. બિજાઓએ કહ્યું કે તે કોઇ વિદેશી દેવતાઓને પ્રગટ કરતો હોય તેવું લાગે છે, તેઓએ કહ્યું, કારણ કે પાઉલ ઈસુ અને તેમના પુનરુત્થાન વિશેની વાત પ્રગટ કરતો હતો.19પછી તેઓએ તેને એરિયોપગસની સભામાં લઇ જઈને કહ્યું, “તું જે નવો ઉપદેશ આપી રહયો છે તે શું છે? તે અમને સમજાવ.20તું અમારા કાનોમાં વિચિત્ર વિચારો લાવી રહયો છે અને અમે તેનો અથઁ જાણવા માંગીએ છીએ.”21હવે આથેન્સના વતનીઓ અને ત્યાં રહેનારાં વિદેશીઓ પોતાનો બધો સમય નવા વિચારો વિશે વાતો કરવામાં અને સાંભળવામાં ગાળતા હતા.22પાઉલે એરિયોપગસની સભામાં ઊભા થઈને કહ્યું: “આથેન્સના લોકો! મેં જોયું છે કે તમે બધી બાબતો ઘણાં ધાર્મિક છો.23કેમકે ચાલતાં ચાલતાં જેને તમે ભજો છો તેઓને મેં જોયા, ત્યાં મે એક વેદી પણ જોઈ, જેના પર આ લેખ લખેલો હતો કે:અજાણ્યા ઈશ્વરને માટે.
તેથી જેને તમે જાણ્યાં સિવાય ભજો છો, તેને હું તમારી આગળ પ્રગટ કરવા માગું છું.24“જે ઈશ્વરે પૃથ્વી અને તેમાંનાં સર્વસ્વનું સર્જન કર્યું છે, વળી તે સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ હોવાથી માણસોએ બાંધેલા મંદિરમાં રહેતાં નથી.25વળી માનવી હાથોની સેવાની જરૂરિયાત નથી કેમકે તેમને કશાંની જરૂર નથી. તે પોતે જ સર્વને જીવન, અને શ્વાસ તથા બધી વસ્તુઓ આપે છે.26તેમણે એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ બનાવી જેથી તેઓ આખી પૃથ્વી પર વસાવે; અને તેમણે ઈતિહાસમાં તેમના નિમાઁણ કરેલાં સમયો અને તેમના રહેઠાણોની હદ ઠરાવી આપી.27ઈશ્વરે આમ કર્યું કે જેથી તેઓ તેને શોધે અને કદાચ તેમને પ્રાપ્ત કરે, પરંતુ તે આપણામાંના કોઈથી દૂર નથી.28કારણ કે આપણે તેનામાંજ જીવીએ છીએ અને હાલીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. જેમ તમારાં જ કોઈ કવિએ કહ્યું છે તેમ: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’29“હવે જો આપણે ઈશ્વરનાં સંતાનો છીએ તો આપણે એવી કલ્પના ન કરવી જોઈએ કે ઈશ્વર સોના, ચાંદી કે પથ્થર જેવા છે જે માણસોની કલ્પના અને કુશળતાથી બનાવેલી કોરેલી મૂર્તિઓ જેવા છે.30ભૂતકાળમાં ઈશ્વરે આવી અજ્ઞાનતા અવગણી ખરી. પણ હવે તે સવઁત્ર બધા લોકોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે.31કેમકે તેમણે એક દિવસ નિયુકત કયોઁ છે જયારે તેઓ પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈન્સાફ કરશે. એ વિશે તેમણે તેમને મૂએલાંમાંથી સજીવન કરીને બધાને એ વાતની સાબિતી આપી છે.”32જયારે તેઓએ મૂએલાંના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે એ વાત હસી કાઢી, પણ બીજાઓએ કહ્યું, “અમે આ વિશે ફરી કોઈ વાર વધારે સાંભળવા માંગીએ છીએ.”33આમ પાઉલ ન્યાયસભા છોડી ને ચાલ્યો ગયો.34કેટલાક લોકો તેની પાછળ ચાલીને વિશ્વાસ કર્યો. તેઓમાં દિયાનુસ્થસ, કે જે અરિઓપગસની સભ્ય, તથા દામરિસ નામની એક સ્ત્રી અને તેઓ સિવાય બીજા પણ હતાં.
Biblica, Inc.