પ્રેષિતોનાં કાર્યો15

યરુશાલેમમાં મહાસભા

1કેટલાક લોકો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા વિશ્વાસીઓને શિક્ષણ આપવાં લાગ્યા કે, “જયાં સુધી તમે મોશેના નિયમ પ્રમાણે સુન્નત ન કરાવો તો તમે તારણ પામી શકતા નથી.”2આથી પાઉલ અને બાર્નાબાસને તેમની સાથે ઉગ્ર તકરાર અને ચર્ચા થઈ. તેથી પાઉલને, બાર્નાબાસને બીજા કેટલાક વિશ્વાસીઓ સાથે આ પ્રશ્ર અંગે પ્રેષિતો અને વડીલો પાસે સલાહ મેળવવાં માટે યરુશાલેમ જવા માટે નિયુક્ત કયાઁ.3મંડળીએ તેમને વિદાય આપી. ફિનીકિયા તથા સમરૂનના થઇને જતાં તેઓએ બિનયહૂદીઓ કેવી રીતે બદલાયા છે તે તેઓને જણાવ્યું. એ સાંભળીને બધાં વિશ્વાસીઓને ઘણો આનંદ થયો.4જયારે તેઓ યરુશાલેમ આવ્યા, ત્યારે પ્રેષિતો અને વડિલોનું મંડળીએ સ્વાગત કયુઁ, અને તેઓની મારફતે ઈશ્વરે જે કાર્ય કર્યું હતું તેનો અહેવાલ કહી સંભળાવ્યો.
5પરંતુ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઉભાં થઇને કહ્યું કે, “બિનયહૂદીઓની સુન્નત કરાવવી જ જોઈએ અને મોશેના નિયમશાસ્ત્રનું પાલન કરાવવું જ જોઈએ.”
6તેથી પ્રેષિતો અને આગેવાનો આ અંગે વિચારણાં કરવા એકત્ર થયા.7ઘણી ચર્ચા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે થોડાં સમય પહેલાં બિનયહૂદીઓ પણ સુસમાચાર સાંભળે અને વિશ્વાસ કરે તે માટે ઈશ્વરે તમારાંમાંથી મને પસંદ કર્યો.8અંતઃકરણ પારખનાર ઈશ્વરે તેમને પવિત્ર આત્મા આપીને તેમનો સ્વીકાર કયોઁ જેમ તેમણે આપણને આપ્યો.9તેમણે તેઓની અને આપણી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કેમકે તેમણે તેમના હ્રદય વિશ્વાસ દ્વારા શુધ્ધ કર્યા.10તો પછી જે ભારે ઝૂંસરી આપણે કે આપણા પૂર્વજો ઊંચકી શકવા સમર્થ ન હતા તો બિનયહૂદીઓની ગરદન પર એવી ઝૂંસરી મૂકીને તમે શા માટે ઈશ્વરની કસોટી કરો છો?11ના! આપણે માનીએ છીએ કે જેમ તેઓ તારણ પામે છે તેમ આપણે પણ પ્રભુ ઈસુની કૃપા વડે તારણ પામીશું.”
12આખી સભા શાંત થઇ ગઇ. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓની મારફતે ઈશ્વરે બિનયહૂદીઓમાં જે ચમત્કારો કર્યા હતા તે વિશે તેઓએ સાંભળ્યું.13જયારે તેઓએ બોલવાનું પૂરું કર્યું, ત્યારે યાકોબે કહ્યું, “ભાઈઓ, મારું સાંભળો:14સિમોને આપણને સમજાવ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓ માંથી પોતાના નામને માટે એક પ્રજા પસંદ કરી.15પ્રબોધકોના શબ્દો આ સાથે સુસંગત છ, જેમ લખેલું છે કે:16“ ‘ત્યાર પછી હું પાછો આવીશઅને દાવિદનો તુટી ગયેલો મંડપ પાછો બાંધીશ.તે ખંડેરને હું સમારીશ, અને તેને પાછો ઉભો કરીશ17જેથી બાકીનાં લોકો પ્રભુને શોધે,વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે,’પ્રભુ કહે છે, જેઓ આ કામો કરે છે.18પહેલેથી આ બાબતો જાણીતી છે.
19“તે મારો ન્યાય છે, જેથી વિદેશીઓમાંથી જેઓ ઈશ્વર તરફ ફરે છે, તેઓને આપણે મુશ્કેલીમાં ન મુકવાં જોઈએ.20તેને બદલે આપણે તેઓને લખી જણાવીએ કે તેઓ વ્યભિચારથી દૂર રહે. મૂર્તિઓને ધરાવેલો ખોરાક ન ખાય, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓનાં માંસથી અને લોહીથી દુર રહે.21કેમકે પ્રાચીનકાળથી મોશેનાં નિયમશાસ્ત્રનો બોધ આપવામાં આવે છે અને દરેક શહેરનાં યહૂદી સભાસ્થાનોમાં અને દર વિશ્રામવારે વાંચવામાં આવે છે.”

વિદેશી વિશ્વાસીઓને કાઉન્શિલનો પત્ર

22પછી પ્રેષિતોએ, અને વડીલોએ, સમગ્ર મંડળીએ ઠરાવ કયોઁ કે પાઉલ તથા બાર્નાબાસની સાથે તેઓ પોતાના માણસો પસંદ કરીને તેઓને અંત્યોખ મોકલે અને તેઓ ત્યાં આ નિર્ણયની જાણ કરે. તેઓએ યહૂદા (જે બસઁબાસ તરીકે ઓળખાતો હતો) તેને અને સિલાસને કે જેઓ વિશ્વાસીઓમાં આગેવાન હતા.23તેઓની મારફતે નિચે પ્રમાણે પત્ર મોકલ્યો:
પ્રેષિતો, વડીલો, તમારા ભાઈઓ:
અંત્યોખ, સિરીયા અને કિલીકિયામાંના વિદેશી વિશ્વાસીઓને,
શુભેચ્છા!
24અમારા જાણવામાં આવ્યું છે કે આપણામાંથી કેટલાક બહાર જઈને અમારી આજ્ઞા વગર તમને ગૂંચવી નાખે છે, તેઓ જે કહે છે તેનાથી તમારા મનોને ભરમાવે છે.25તેથી સર્વાનુમતે અમે કેટલાક માણસોને પસંદ કરીને અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે તેઓને મોકલ્યા.26એ માણસો કે જેઓએ પ્રભુ ઈસુ મસીહને ખાતર પોતાના જીવન જોખમમાં મૂક્યાંં છે.27માટે અમે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. તેઓ પોતે અમે જે લખીયે છીએ તે તમને મોંઢામોઢ કહેશે.28પવિત્ર આત્માને તથા અમને એ યોગ્ય લાગ્યું છે કે અગત્યની વાતો કરતા વધુ બોજ તમારાં પર નાંખવો નહિ:29એટલે કે તમારે મૂર્તિઓને ધરાવેલાં ખોરાકથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓથી અને વ્યભિચારથી દૂર રહેવું. જો તમે આનાથી દૂર રહેશો તો તમે સારું થશે.
વિદાય.
30પછી માણસોને વિદાય કરીને અંત્યોખ ગયા, ત્યાં તેઓએ મંડળીને એકઠી કરીને પત્ર આપ્યો.31લોકોએ વાંચીને આનંદ કર્યો કેમકે તે ઉત્તેજનદાયક સંદેશ હતો.32યહૂદા અને સિલાસ, કે જેઓ પ્રબોધકો હતા, તેઓએ ઘણું ઉતેજન આપીને વિશ્વાસીઓને દ્રઢ કર્યા.33ત્યાં થોડો સમય વિતાવ્યા પછી, તેઓને વિશ્વાસીઓએ શાંતિના આશીવાઁદની સાથે જેઓએ મોકલ્યા હતા તેઓની પાસે પાછા વિદાય કર્યા.34પણ સિલાસે ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. 35પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રોકાયા, જ્યાં તેઓએ અને બીજાઓએ બોધ અને પ્રભુના વચનનું શિક્ષણ આપ્યું.

પાઉલ અને બાર્નાબાસ વચ્ચે મતભેદ

36કેટલાક સમય બાદ પાઉલે બાર્નાબાસને કહ્યું કે, “ચાલો આપણે પાછા જઈએ અને અગાઉ જે જે શહેરોમાં પ્રભુના વચનનો ઉપદેશ આપેલો છે ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત લઈએ અને જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે.”37બાર્નાબાસ યોહાન, કે જે માર્ક કહેવાય છે તેને પણ સાથે લેવા માગતો હતો,38પણ પાઉલને તેને સાથે લેવાનું યોગ્ય લાગ્યું નહિ, કેમકે તે તેઓને પામ્ફૂલિયાથી મૂકીને જતો રહ્યો અને તેઓની સાથે કામમાં લાગુ રહ્યો ન હતો.39તેઓ વચ્ચે એવો ઉગ્ર મતભેદ હતો કે તેઓ એકબીજાથી અલગ પડયાં. બાર્નાબાસ માર્કને લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ચાલ્યો ગયો.40પણ પાઉલ સિલાસને લઇ ગયો. વિશ્વાસીઓએ ઈશ્વરની કૃપાને તેઓને સોંપ્યાં.41તે સિરીયા અને કિલીકિયા જઈને મંડળીઓને દ્રઢ કરતા ફર્યા.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d