પ્રેષિતોનાં કાર્યો12
જેલમાંથી પિતરનો છુટકારો
1જે અરસામાં હેરોદ રાજાએ મંડળીના કેટલાંક લોકોને સતાવવાનો ઇરાદો કયોઁ.2તેણે યોહાનનાં ભાઈ યાકોબને તરવારથી મારી નંખાવ્યો.3જયારે તેણે જોયું કે હેરોદે જોયું કે યહૂદીઓમાં આ વાત માન્ય છે, તેથી બેખમીર રોટલીનાં પર્વની ઉજવણી દરમ્યાન તેણે પિતરની પણ ધરપકડ કરવાનું નક્કી કયુઁ.4ધરપકડ કયાઁ પછી તેને જેલમાં નાંખ્યો. અને ચાર ચાર સિપાઇઓની ચાર ટુકડિઓને તેની રક્ષા કરવા સોંપ્યા. પાસ્ખાપર્વ પછી તેને જાહેરમા મુકદમા માટે બહાર લાવવાનો હેરોદ ઇરાદો રાખતો હતો.5પિતરને જેલમાં રાખ્યો હતો પણ મંડળી તેના માટે આગ્રહપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરતી હતી.6હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સૈનિકો વચ્યે ઊંઘતો હતો. તેને બે સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. અને બીજા સૈનિકો દરવાજા પર ચોકી કરતા હતા.7અચાનક પ્રભુનો એક દૂત પ્રગટ થયો અને કોટડીમાં પ્રકાશ થઇ રહ્યો, તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, “જલદી, ઊઠ!” અને પિતરના કાંડા પર બાંધેલી સાંકળો નીકળી પડી.8ત્યારે દૂતે તેને કહ્યું, “તારા કપડાં અને ચંપલ પહેર અને પિતરે તેમ કયુઁ. હવે તારો ઝભ્ભો પહેરીને મારી પાછળ ચાલ.”9જેલની બહાર નીકળીને પિતર તેની પાછળ ગયો. પણ તેને ખબર ન હતી કે દૂત જે કહી રહ્યો હતો તે ખરેખર બની રહ્યું છે. તેણે વિચાયુઁ કે તે કોઇ દર્શન જોઈ રહ્યો છે.10પહેલી અને બીજી ચોકી વટાવીને તેઓ નગરનાં રસ્તા પર જવાનાં લોખંડના દરવાજે આવ્યા, એ દરવાજો તેઓને માટે આપોઆપ ઊઘડી ગયો, અને તેઓ તેમાંથી પસાર થયા, જયારે તેઓ એક શેરીના લાંબા ભાગ સુધી ચાલ્યા, ત્યારે અચાનક દૂત તેને છોડી ને ચાલ્યો ગયો.11જયારે પિતરને ભાન આવ્યું અને કહ્યું, હવે હું જાણું છું કે, “પ્રભુએ પોતાના દૂતને મોકલીને મને હેરોદના હાથમાંથી અને યહૂદીઓની સઘળી ધારણાંથી છોડાવ્યો છે.”12જયારે તેને એ વાત સમજાય, ત્યારે તે યોહાન માર્કની માતા મરિયમને ઘરે ગયો, જયાં ઘણાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા.13પિતરે બહારનો દરવાજો ખટખટાવ્યો. ત્યારે રોદા નામે એક દાસી તે ઉઘાડવાં માટે આવી.14જયારે તેણે પિતરનો અવાજ ઓળખ્યો એટલે તે એવી હરખઘેલી થઈ ગઈ કે બારણું ખોલવાને બદલે તે પાછી દોડી ગઇ અને કહ્યું પિતર દરવાજા પાસે છે.15તેઓએ તેને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણે એ વાત ફરી મક્કમતાથી કહ્યું કે તેમજ છે, ત્યારે તેઓએ કહ્યું, “એ તેનો દૂત હશે.”16પણ પિતર દરવાજો ખટખટાવતો રહ્યો, જયારે તેઓએ દરવાજો ખોલ્યો અને તેને જોયો, ત્યારે તેઓ આશ્વયઁચકિત થઇ ગયા.17પિતરે શાંત રહેવા હાથથી ઈશારો કર્યો તથા ઈશ્વરે કેવી રીતે તેનો જેલમાંથી છુટકારો કર્યો એ વિશે વિગતવાર કહી જણાવ્યું. અને તેણે કહ્યું કે તેઓ યાકોબને તથા બીજા ભાઈઓને અને બહેનોને આ વાત કહેજો. અને પછી તે બીજી જગ્યાએ જવા માટે નીકળી ગયો.18સવાર થતાં સૈનિકોમાં ભારે ખળભળાટ મચી ગયો કે પિતરનું શું થયું હશે?19હેરોદે તેને ઘણો શોધ્યો પણ તે ન મળ્યો, તેણે ચોકીદારોની પૂછપરછ કરી અને તેઓને મારી નાંખવાનો હુકમ કયોઁ. હેરોદનું મરણપછી હેરોદે યહૂદિયાથી કાઈસારિયા ગયો અને ત્યાં રહ્યો.20તે તૂર અને સિદોનના લોકો સાથે ઝઘડો કરતો; હવે તેઓ ભેગા થયા અને તેને મળવા ગયા. પણ આવેલા લોકોએ રાજાનાં વિશ્વાસુ અંગત કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો અને તેઓએ શાંતિ માટે વિનંતી કરી, કારણ કે તેઓનાં ખોરાક માટે રાજાનાં દેશ પર આધાર રાખતાં હતાં.21નક્કી કરેલાં દિવસે હેરોદે પોતાનો રાજવી પોષાક પહેરીને રાજ્યાસન પર બેઠો અને જાહેરમા લોકોને ભાષણ આપ્યું.22તેઓ પોકારી ઊઠયાં, “આ તો ઈશ્વરની વાણી છે, માણસની નથી.”23હેરોદે ઈશ્વરને મહિમા ન આપ્યો તેથી તરત જ પ્રભુના દૂતે તેને માયોઁ અને કીડાથી ખવાઇ જઈને તે મરણ પામ્યો.24પણ ઈશ્વરની વાત પ્રસરતી અને વૃધ્ધિ પામતી ગઈ.
બાનાઁબાસ અને શાઉલની વિદાય
25બાર્નાબાસ અને શાઉલ પોતાનું સેવાકાર્ય પૂરું કરીને યોહાન, જે માર્ક કહેવાતો હતો, તેને પોતાની સાથે લઈને યરુશાલેમથી પાછા ફર્યા.Biblica, Inc.