3 યોહાન1
1વડીલ,
એવા મારા પ્રિય મિત્ર ગાયસ, જેને હું સત્યમાં પ્રેમ કરું છું.2પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તું આત્મામાં ક્ષેમકુશળ છે તેમ શરીરે પણ સવઁ વાતે ક્ષેમકુશળ તથા તંદુરસ્ત રહે.3આવેલા કેટલાક વિશ્વાસીઓએ મને તારા વિશ્વાસુંપણાં અને સત્ય વિષે મને સાક્ષી આપી કે તું સત્યમાં કેવી રીતે ચાલે છે, એથી મને ખૂબ આનંદ થયો.4જયારે મારા સાંભળવામાં આવે કે મારા બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં વધારે મને મોટો આનંદ થતો નથી.5પ્રિય મિત્રો, ભાઈઓ અને બહેનો માટે, જો કે તેઓ તારા માટે પારકા છે તોપણ, તું જે કાંઇ કામ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે;6તેઓએ મંડળીને તમારા પ્રેમ વિશે કહ્યું છે, ઇશ્વરને પ્રસન્ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવજે.7તેમના નામની ખાતર તેઓ બહાર નીકળ્યાં છે, ને વિદેશીઓ પાસેથી કાંઇ લેતાં નથી.8તેથી આપણે એવા લોકોની સેવા કરવી જોઈએ, જેથી આપણે સત્યમાં સાથે કામ કરી શકીએ.9મેં મંડળીને લખ્યું છે, પરંતુ દીયોત્રેફેસ કે જે પહેલો થવા ચાહે છે, તે અમારું સ્વાગત નહિ કરે.10એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તેને હું યાદ કરાવીશ; તે અમારી વિરુધ્ધ ભૂંડુ બોલીને બકબક કરે છે; અને એટલેથી સંતુષ્ટ ન થઇને તે પોતે બીજા વિશ્વાસીનો અંગીકાર કરતો નથી; તેમજ જેઓ એમ કરવાની ઇચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે, અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.11પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે સારુ કરે છે તે ઈશ્વર તરફથી છે. જે કોઇ ભૂંડું કરે છે તેણે ઇશ્વરને જોયા નથી.12દેમેત્રિયસ વિશે બધા સારું બોલે છે, અને સત્ય પોતાના વિશે પણ. અમે પણ તેના વિશે સારું બોલીએ છીએ, અને તમે જાણો છો અમારી સાક્ષી સાચી છે.13મારે ઘણું લખવાનું છે, પણ હું તે પેન અને શાહીથી નથી કરવાં માંગતો.14હું ટૂંક સમયમાં તને મળવાની આશા રાખું છું, અને ત્યારે આપણે મોંઢામોઢ વાતો કરીશું.15તને શાંતિ થાઓ.
અહીંના મિત્રો પ્રેમી સલામ પાઠવે છે. ત્યાંનાં મિત્રોને નામ લઇને શુભેચ્છા પાઠવજે.

Biblica, Inc.