2 તિમોથી2
અપીલનું નવીનીકરણ
1માટે, મારા દીકરા, તિમોથી, મસીહ ઈસુની કૃપામાં તું બળવાન થા.2જે વાતો તેં ઘણાં સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે તું એવા વિશ્વાસુ માણસોને શીખવ કે તેઓ તે બીજાઓને પણ શીખવે.3મારી સાથે તું પણ મસીહ ઈસુના સારાં સૈનિક તરીકે દુઃખ સહન કરવા સામેલ થા.4ખ્રિસ્તના સૈનિક તરીકે તું કોઈ સાંસારિક કામકાજમાં ગૂંથાતો નહિ, જેથી તે તેનાં ઉપરી અમલદારને સંતોષ પમાડી શકે.5વળી જો કોઇ અખાડામાં હરીફાઈમાં ઉતરે, નિયમ પ્રમાણે હરીફાઈ કયાઁ વગર તેને ઈનામ મળતું નથી.6સખત મહેનત કરનાર ખેડૂતને પ્રથમફળ મળવાં જોઈએ.7હું જે કહું છું તેનો વિચાર કર; કેમકે સવઁ બાબતની પ્રભુ તને સમજણ આપશે.8યાદ રાખ, ઈસુ મસીહ જેને મારાં સુસમાચાર પ્રમાણે મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યો, ને એ જ દાવિદના સંતાનનો છે, તેને યાદ રાખ;9એને લીધે આજે હું જેલમાં એક ગુનેગારની માફક દુઃખ સહન કરું છું. પણ ઈશ્વરનું વચન બંધનમાં નથી.10જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે તેઓને, મસીહ ઈસુમાં તારણ અને અનંત મહિમા પ્રાપ્ત થાય માટે હું આ બધું સહન કરું છું.11આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે:જો આપણે તેમની સાથે મૃત્યુ પામીએ,તો તેમની સાથે જીવીશું પણ ખરા;12જો અંત સુધી ટકી રહીએ,તો આપણે તેમની સાથે રાજ્ય કરીશું.જો આપણે તેમનો નકાર કરીએ તો,તો તે આપણો પણ નકાર કરશે.13જો આપણે અવિશ્વાસી હોઈએ,તોપણ તે વિશ્વાસુ રહે છે,કેમકે તેઓ પોતાનો નકાર કરી શકતા નથી.જુઠા ઉપદેશકો સાથે વ્યવહાર
14ઇશ્વરના લોકોને તું આ વાતોનું સ્મરણ કરાવજે. ખાલી શબ્દવાદ વિષે ઈશ્વર સમક્ષ તેઓને ચેતવણી આપ; કેમકે એનો કોઇ અથઁ નથી, અને ફકત તે સાંભળનારાઓનો નાશ કરે છે.15ઈશ્વરની આગળ માન્ય થયેલા જેને શરમાવવાની કંઇ જરૂર ન હોય તેવી રીતે કામ કરનાર અને સત્યતા વચન સ્પષ્ટતાથી સમજાવનાર સેવક તરીકે પોતાને રજૂ કરવાને પ્રયત્ન કર.16અધમીઁ વાતોથી દૂર રહેજે, કેમકે જેઓ તેમાં ડૂબેલા રહેશે તેઓ વધુને વધુ અધમીઁ બનતા જશે.17તેમનો ઉપદેશ ઘારાની પેઠે ફેલાતી જશે; તેવાં માણસોમાં હુમનાયસ તથા ફિલેતસ છે.18જેઓ સત્યથી ભટકી ગયા છે તેઓ કહે છે કે પુનરુત્થાન થઈ ગયું છે, અને તેઓ કેટલાકનાં વિશ્વાસનો નાશ કરે છે.19પરંતુ ઈશ્વરનો નાંખેલો પાયો દ્રઢ રહે છે, જેના પર આ મુદ્રાલેખ મારેલી છે: “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે,” “અને જે કોઇ પ્રભુનું નામ કબુલ કરે છે તેણે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”20મોટા ઘરમાં કેવળ સોના ચાંદીનાં જ નહિ, પણ લાકડાના અને માટીનાં પણ વાસણો હોય છે; કેટલાક ખાસ ઉપયોગ માટે અને કેટલાક સામાન્ય ઉપયોગ માટે વપરાય છે.21જે કોઇ પાછલી બાબતોથી પોતાને શુધ્ધ કરે છે તો તેઓ ઉત્તમ કાયઁને સારું પવિત્ર કરાયેલા માલીકને ઉપયોગી તથા સવઁ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર બનશે.22જુવાનીની દુષ્ટ ઇચ્છાઓથી નાસી જા, અને પ્રભુનું નામ શુધ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાને પ્રયત્ન કર.23મૂર્ખતાભરેલા વાદવિવાદોમાં તું પડતો નહિ. કારણ કે, તું જાણે છે કે તેથી ઝઘડા જ થાય છે.24પણ પ્રભુના સેવકે ઝઘડો કરવો નહિ, પણ તે બધા પ્રત્યે દયાળુ, શીખવવામાં કુશળ, સહનશીલ હોવો જોઈએ.25ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ, આશા રાખીએ કે ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની બુધ્ધિ આપે જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.26અને જેઓ શેતાનનાં ફાંદામાં ફસાયા છે તેઓ ભાનમાં આવશે અને તેમાંથી છુટશે, જેણે તેમને પોતાની ઇચ્છા પુરી કરવા માટે બંદીવાન બનાવ્યાં છે.Biblica, Inc.