2 કરિંથીઓને6
1અમે ઈશ્વરના સાથી કાર્યકરો તરીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો.2કેમકે તે કહે છે:“યોગ્ય સમયે મેં તારું સાંભળ્યું,તારા તારણને દિવસે તને મેં સહાય કરી.”હું તમને કહું છું કે, હમણાં જ ઈશ્વરની કૃપાનો સમય છે, હમણાં જ તારણનો દિવસ છે!
પાઉલની મુશ્કેલીઓ
3અમે કોઈને કદી ઠોકર ખાવાનું કારણ આપતાં નથી, જેથી અમારી સેવાનો દોષ કોઈ કાઢે નહિ;4પણ અમે સવઁ વાતે ઇશ્વરના સેવકોને શોભે એવી રીતે વતીઁએ છીએઃ ખૂબ ધીરજથી, મુશ્કેલીઓમાં, કષ્ટોમાં, અને સંકટોમાં;5અમે માર ખાધો, જેલમાં ગયા, હુમલાનો ભોગ બન્યા, અમે સખત પરિશ્રમ કર્યો, ઉંઘ વિનાની રાતોની રાતોનાં ઉજાગરા વેઠયાં અને દિવસોનાં દિવસો સુધી ભૂખ્યાં રહ્યા,6શુદ્ધ જીવનથી, સમજથી અને ધીરજથી અને દયાથી; માયાળુપણાંથી, નિષ્ઠાવાન પ્રેમમાં અને પવિત્ર આત્માથી કર્યું છે,7સત્યનાં વચનથી અને ઈશ્વરના સામર્થ્યમાં; જમણાં અને ડાબા હાથમાં ન્યાયપણાના હથિયારો સાથે;8માન અને અપમાન; અપકિતિઁ તથા સુકિતિઁ વડે; ઠગ ગણાતાં છતાં ખરા રહીને;9અજાણ્યા છતાં બધું જાણીતા હોય; જાણે મરતા હોઈએ એવા છતાં, જુઓ અમે તો જીવતાં છીએ; શિક્ષા પામેલાઓના જેવા છતાં મારી નંખાયેલા નથી.10દુઃખી હોવા છતાં આનંદી છીએ. ગરીબ હોવા છતાં બીજાઓને ધનવાન બનાવીએ છીએ; કાંઈ નહિ હોવા છતાં અમે સર્વસંપન્ન છીએ.11કરિંથીઓ, અમે તમારી સાથે દિલ ખોલીને વાત કરી છે અને તમારા માટે અમારા હ્રદય ખુલ્લા થયાં છે.12અમે તમારાં પરનો પ્રેમ ઓછો કરતા નથી, તમારાં પ્રેમનો અભાવ છે.13તો એને બદલે તમને મારાંં બાળકો ગણીને, તમે પણ તમારાંં હૃદયો ખુલ્લાં કરો.મૂતિઁપૂજા અંગે ચેતવણી
14અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમકે ન્યાયીપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધારાની જોડે શું સંગત હોય?15મસીહ અને બલિયાલની સાથે શો મિલાપ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો મેળ હોય?16ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શી લેવાદેવા? કારણ આપણે તો જીવતાં ઈશ્વરનું મંદિર છીએ. જેમ ઈશ્વરે કહ્યું છે:હું તેઓની સાથે રહીશ અને,તેઓની વચ્ચે ચાલીશ,અને હું તેઓનો ઈશ્વર થઈશ,અને તેઓ મારા લોક થશે.17માટે,“તેઓમાંથી નીકળી આવોઅને અલગ થાઓ,અશુધ્ધ વસ્તુને અડકશો નહિ,એટલે હું તમારો સ્વીકાર કરીશ,એમ પ્રભુ કહે છે.”18અને,“હું તમારો પિતા બનીશ,અને તમે મારા દીકરા અને દીકરીઓ બનશો,એવું સર્વશકિતમાન પ્રભુ કહે છે.”Biblica, Inc.