2 કરિંથીઓને3
1શું અમે ફરીથી અમારી પ્રશંસા કરવા લાગ્યાં છે? કે પછી, કેટલાક લોકોની જેમ, અમને પણ તમારા પર કે તમારા તરફથી ભલામણ પત્રોની જરૂર છે?2અમારા ભલામણપત્રો તો તમે જ છો, જે અમારા હ્રદય પર લખાયેલો છે, જે બધાં લોકો જાણે છે અને વાંચે છે.3તમે મસીહના પત્રો તરીકે પ્રગટ થયાં છો કે, જે પત્રની અમે સેવા કરી છે; શાહીથી નહિ પરંતુ જીવંત ઈશ્વરના આત્માથી લખાયેલાં છે અને તે પથ્થર પર નહિ પણ માનવ હ્રદય પર અંકિત કરાયેલા છે.4મસીહ દ્રારા આપણને ઈશ્વર પર આવો વિશ્વાસ છે.5કોઈ પણ કાર્ય અમે અમારી જાતે કરવા શકિતમાન નથી. અમને જે સફળતા મળે છે તે ઈશ્વર તરફથી જ મળે છે,6તેમણે આપણને નવા કરારના સેવકો તરીકે યોગ્ય બનાવ્યાં છે, અક્ષરના નહિ પણ આત્માના; કારણ કે અક્ષર મારી નાંખે છે પણ આત્મા જીવન આપે છે.
નવા કરારનો મોટો મહિમા
7હવે મૃત્યું લાવનારી સેવા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતાં, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયેલ પુત્રો, મોશેના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ.8તો આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાળી કેમ ન હોય?9જો દોષિત ઠરાવનાર ની સેવા ગૌરવરૂપ હતી, તો તેના કરતાં જે સેવા ન્યાયીપણાની સેવા ગૌરવમાં વધુ અધિક છે.10કારણ કે જે ગૌરવવાન હતું, તેનું હવે અતીગૌરવની સરખામણીમાં કોઈ ગૌરવ નથી,11અને જે ક્ષણીક હતું તે ગૌરવ સાથે આવ્યું, તો જે કાયમ રહેનાર છે તેનું ગૌરવ કેટલું વિશેષ હશે!12તેથી આપણને એવી આશા હોવાથી આપણે હિંમતવાન છીએ.13અને આપણે મોશેની માફક નહિ, જેણે ઇઝરાયેલીઓને ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર અંતરપટ નાખ્યો;14પણ તેઓના મન મંદ થયા; કેમકે આજ સુધી જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે અંતરપટ રહે છે; તે દૂર કરવામાં આવ્યો નથી, કેમકે ફકત મસીહમાં તે દૂર થાય છે.15આજ સુધી જયારે મોશેનું પુસ્તક વાંચવામાં આવે છે, ત્યારે તેઓના હ્રદય પર અંતરપટ રહે છે.16પરંતુ જયારે કોઈ પ્રભુ તરફ ફરે છે, ત્યારે આ અંતરપટ લઈ લેવામાં આવે છે.17હવે પ્રભુ આત્મા છે અને જયાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.18અને આપણે બધા ઊઘાડેલા મુખે સાથે પ્રભુના મહિમાનું ચિંતન કરીએ છીએ. તેઓ પ્રભુ, જે આત્મા છે, તેમનાં તરફથી આવતાં મહીમામાં, સતત વધતા જતાં તેમની છબીમાં રૂપાંતર પામીએ છીએ.Biblica, Inc.