2 કરિંથીઓને12

પાઉલનું દશઁન અને તેનો કાંટો

1અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું પ્રભુ તરફથી મને જે સંદર્શન અને પ્રકટીકરણ થયું તે વિશે કહીશ.2મસીહમાં એક માણસને હું ઓળખું છું જે ચૌદ વર્ષથી ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. તે શરીરમાં હતો કે શરીર બહાર, તે હું જાણતો નથી, ઈશ્વર તે જાણે છે.3અને હું એવા માણસને જાણું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર તને મને ખબર નથી પણ ઈશ્વર જાણે છે.4તેને પારાદૈસમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેણે એવી અદભુત વાતો સાંભળી જેનું વર્ણન માનવી ભાષામાં થઈ શકે નહિ.5એવા માણસને લીધે હું અભિમાન કરીશ, પણ હું મારે પોતાના વિશે અભિમાન નહિ કરું કેવળ મારી નિર્બળતા વિશે જ અભિમાન કરીશ.6જો હું અભિમાન કરવાનું પસંદ કરું, તો હું મૂખઁ નહિ બનુ, કારણ કે હું સત્ય બોલીશ. પણ હું ટાળું છું, જેથી કોઈ મારું સાંભળે અને મારા કાયોઁ કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે.7અથવા આ અદભુત મહાન પ્રકટીકરણને લીધે હું અભિમાન ન કરું, તે માટે, મને શિક્ષા આપવાં માટે શેતાનનાં દૂતે મને શરીરમાં પીડા આપવામાં કાંટારૂપી વેદના મૂકી જેથી હું અભિમાન ન કરું.8મારામાંથી દૂર કરવામાં આવે માટે મેં ત્રણ વાર પ્રભુને વિનંતી કરી.9પણ તેમણે મને કહ્યું: “તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે.” તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું.10એ માટે, મસીહની ખાતર, વેદનામાં, અપમાનોમાં, કષ્ટોમાં, સતાવણીઓ અને મુશ્કેલીઓ વેઠવામાં હું આનંદ માનું છું, કેમકે જયારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું.

કરિંથીઓ માટે પાઉલની ચિંતા

11મેં મારી જાતને મૂખઁ બનાવી છે, પણ તમે મને એ મૂર્ખાઈ કરવાની ફરજ પાડી છે. તમારે તો મારા વખાણ કરવા જોઈતા હતા, કેમકે મારી કોઈ વિસાત ન હોવા છતાં મુખ્ય પ્રેષિત કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો નથી.12મેં તમારામાં સાચા પ્રેષિતના ગુણ દશાઁવવા સતત પ્રયાસ કયોઁ, જેમાં ચમત્કારો, ચિહ્નો અને અજાયબીઓ વડે મહાન કાર્ય કર્યા.13હું તમને કયારેય ભારરૂપ થયો નથી, એ સિવાય તમે બીજી મંડળીઓ કરતા કઈ બાબતમાં ઉતરતા હતાં? મારી આ ભૂલ માફ કરો.
14હવે ત્રીજી વાર હું તમારી મુલાકાતે આવવાને તૈયાર છું. હું તમને બોજારૂપ બનવાનો નથી, કેમકે હું તમારી સંપતિ નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા રાખું છું. છેવટે, બાળકોએ માતાપિતાના માટે બચત કરવી ઘટતી નથી, પરંતુ માબાપે બાળકો માટે બચત કરવી જોઈએ.15પણ હું તમારા માટે ઘણી ખુશીથી મારી પાસે જે કાંઈ છે તે સર્વ ખરચીશ અને હું જાતે પણ ખરચાઈ જઈશ. જો હું પુષ્કળ પ્રેમ રાખું છું, તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?16ભલે ગમે તે હોય, હું તમારા પર બોજ બન્યો નથી. પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા!17જે માણસોને મેં તમારી પાસે મોકલ્યા તેઓની મારફતે મેં શું કોઈ સ્વાર્થ સાધ્યો છે?18મેં તિતસને વિનંતી કરી, એક ભાઈને તેની સાથે મોકલ્યો. શું તિતસે તમારી પાસે કોઇ સ્વાથઁ સાધ્યો? શુંં આપણે એક જ આત્મા દ્રારા એક જ પગલે ચાલ્યા ન હતાં?
19આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિદોઁષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ, પણ વહાલાઓ, મસીહમાં ઈશ્વરની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સવઁ આત્મિક રીતે તમને દ્રઢ કરવા માટે છે.20મને ડર છે કે જયારે હું તમારી પાસે આવીશ ત્યારે તમારાંમાં હું જે જોવાની ઈચ્છા રાખું છું તે જોવા મળશે કે નહિ, અને તમે જેવો મને જોવાની ઇચ્છા રાખ છો તેઓ તમે મને ન જુઓ; રખેને મને તમારાંમાં ઝગડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, ચાડી ચુગલી, નિંદા, ઘમંડ અને અવ્યવસ્થા જોવા મળે!21વળી મને ભય છે કે હું તમારી પાસે ફરીથી આવું ત્યારે તમારી આગળ ઈશ્વર મને નમ્ર બનાવે; અને જે ઘણાં લોકોએ અગાઉ પાપ કયાઁ છે અને જે વાસના, અશુધ્ધતા અને વ્યભિચાર કર્યા છતાં પસ્તાવો કયોઁ નથી, તેમને માટે હું દુઃખી થાઉં.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d