2 કરિંથીઓને10
પોતાની સેવા સામે પાઉલનો બચાવ
1હું પાઉલ, મસીહની નમ્રતા અને કોમળતાની ખાતર હું તમને વિનંતી કરું છું, જયારે હું તમારી સાથે હોઉં છું ત્યારે “ડરપોક” છું, પણ જયારે દૂર હોઉં છું ત્યારે “હિંમતવાન” છું.2હું તમને વિનંતી કરું છું કે જયારે આવું ત્યારે મારે એવા લોકો પ્રત્યે હિમંતવાન થવું ન પડે જેમને લાગે છે કે અમે દુનિયાદારીનાં ધોરણો પ્રમાણે જીવીએ છીએ.3કેમકે અમે દુનિયામાં રહીએ છીએ, છતાં દુનિયાની જેમ અમે લડાઈ કરતા નથી.4અમે જે હથિયારથી લડીએ છીએ તે સાંસારિક હથિયાર નથી, તેનાથી વિપરીત, પણ ઈશ્વરના સામથ્યઁથી તોડી પાડવાને તેઓ સમથઁ છે.5અમે ઈશ્વરનાં જ્ઞાનની વિરુધ્ધ ઊભા થતા વાદવિવાદો અને દરેક ઢોંગને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને મસીહની આધીનતામાં લાવીએ છીએ.6અને જ્યારે તમારું આજ્ઞાપાલન પૂણઁ થશે, ત્યારે દરેક આજ્ઞાભંગને સજા કરવા અમે તૈયાર છીએ.7તમે દેખાવ પ્રમાણે ન્યાય કરો છો. જો કોઈને ખાતરી હોય કે તે મસીહનો છે, તો તેણે ફરીથી વિચાર કરવો જોઈએ કે, જેમ તે પોતે મસીહનો છે તેમ અમે પણ મસીહના છીએ.8કેમકે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ કરવા માટે અમને આપ્યો, તે વિશે જો હું અધિક અભિમાન કરું, તોપણ હું શરમાઈશ નહિ.9મારા પત્રો દ્વારા હું તમને ડરાવતો હોય તેવું દેખાડવા માંગતો નથી.10કેટલાક કહે છે, “તેના પત્રો ભારે અને અસરકારક છે પણ તે પોતે શરીરમાં નબળો અને તેનું બોલવું દમ વગરનું છે.”11આવા લોકોએ સમજવું જોઈએ કે, અમે દૂર હોવા છતાં પત્રોમાં લખેલા જેવા જ છીએ, તે જ રીતે હાજર થઇશું ત્યારે કામથી પણ દેખાઈશું.12જેઓ પોતાની પ્રશંસા કરે છે તેઓની સાથે અમે પોતાની સરખામણી કરવાની હિંમત કરતા નથી. જયારે તેઓ પોતાની જાતનો માપદંડ નક્કી કરે છે અને સરખાવે છે, ત્યારે તેઓ બુધ્ધિ વગરનાં છે.13પણ અમે હદ ઉપરાંત અભિમાન કરતા નથી, પણ ઈશ્વરે અમને જે સેવા ક્ષેત્ર સોંપ્યું છે, જેમા તમે પણ સામીલ છો, તે પ્રમાણે અભિમાન કરીશું.14અમે અમારા અભિમાન કરવામાં આગળ જતા નથી, જો અમે તમારી સુધી આવ્યા ન હોત, તો શું થયું હોત, કેમકે અમે મસીહના સુસમાચાર લઈને તમારી પાસે આવ્યા હતાં15બીજાઓ દ્રારા કરેલાં કામ વિશે અમે અભિમાન કરીને અમે અમારી હદ ઓળંગતા નથી. અમારી આશા એ છે કે, તમારો વિશ્વાસ વૃધ્ધિ પામે અને ઈશ્વરે ઠરાવી આપેલી મર્યાદામાં તમારી વચ્ચે અમારું કાર્ય પ્રગતિ પામશે.16જેથી અમે તમારી બહારનાં પ્રદેશોમાં પણ સુસમાચાર પ્રગટ કરી શકીએ અમે બીજાની હદમાં થયેલા કાયઁ વિશે અભિમાન કરવા માગતા નથી.17પણ, “જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે.”18કેમકે જે પોતાના વખાણ કરે છે તે નહિ, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.Biblica, Inc.