1 તિમોથી6
1જેઓ ગુલામની ઝૂંસરી નીચે છે તેઓએ પોતાના માલિકને પૂરાં માન યોગ્ય ગણવાં, જેથી ઇશ્વરના નામની કે આપણા શિક્ષણની નિંદા ન થાય.2જેઓનો માલિક વિશ્વાસી છે તેઓએ એ કારણથી તેને તુચ્છ ન ગણવો જોઈએ, તેના બદલે, તેમની ચાકરી વધું સારી રીતે કરવી જોઈએ, કારણ કે તેમના માલિક તેમને સાથી વિશ્વાસીઓ તરીકે પ્રિય છે અને ગુલામોના કલ્યાણ માટે સમપિઁત છે. ખોટા શિક્ષકો અને પૈસાનો પ્રેમ
આ બધી બાબતો તેઓને શીખવ અને ઉત્તેજન આપ.3જો કોઈ બીજી રીતે શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ મસીહના સત્ય વચનોને અને ઇશ્વરીય સાથે સંમત થતો નથી,4તેઓ અભિમાની તથા અજ્ઞાન છે. તેઓ વાદવિવાદ અને શબ્દવાદમાં ખોટો રસ ધરાવે છે, તેને લીધે ઈર્ષા, ગુસ્સો, ખોટા આક્ષેપો અને વહેમો ઉત્પન્ન થાય છે5અને ભ્રષ્ટ મનવાળા, સત્યથી વંચિત અને ધમઁ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં સતત ઝગડાં થાય છે.6પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.7કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી.8પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ.9પરંતુ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં, અને ઘણી મૂખઁ તથા નાશકારક ઇચ્છાઓમાં ફસાય જાય છે, જે લોકોને વિનાશમાં અને અધોગતિમાં ડૂબાવે છે.10કેમકે દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાંક લોકો વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાંએ દુઃખોથી પોતાને વીંધ્યા છે.
તમો સર્વ પર કૃપા રહો.

તિમોથીને છેલ્લી શિખામણો
11પણ, હે ઇશ્વરના માણસ, આ બધી બાબતોથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ અને નમ્રતા, એઓનું અનુસરણ કર.12વિશ્વાસની સારી લડાઈ લડ. અને અનંતજીવનને પકડી રાખ જેને માટે તને બોલાવવામાં આવ્યો છે, જેના વિશે તેં ઘણા સાક્ષીઓની આગળ કબૂલાત કરી છે.13સર્વને જીવન આપનાર ઈશ્વર સમક્ષ તથા પોંતિયુસ પિલાતની આગળ સાક્ષી આપનાર મસીહ ઈસુ સમક્ષ હું તને ફરમાવું છું કે14આપણા પ્રભુ ઈસુ મસીહના આવતાં સુધી તું નિષ્કંલક અને દોષરહિત રહીને આજ્ઞા પાળ.15કેમકે તે ઈશ્વર પોતાના નક્કી કરેલ સમયે કરશે, જેઓ ધન્ય તથા એકલા સ્વામી છે, જેઓ રાજાઓનાં રાજા અને પ્રભુઓના પ્રભુ છે.16તેમને એકલાંને અમરપણું છે અને દિવ્ય પ્રકાશમાં તેઓ રહે છે, જેમને કોઈએ કદી જોયા નથી અને જોઈ શક્તું પણ નથી. તેમને માન, પરાક્રમ તથા સત્તા સદાસર્વકાળ હોજો, આમીન.17આ જગતનાં ધનવાન લોકોને તું આજ્ઞા કર કે તેઓ અભિમાન ન કરે અને સંપતિ જે ક્ષણિક છે તે પર આધાર ન રાખે; પરંતુ આપણા સુખની તમામ જરૂરિયાતો જે હંમેશાં પુષ્કળતાથી પૂરી પાડે છે તેવાં જીવતાં ઈશ્વરમાં આશા રાખે18તેઓને ભલું કરવા, સારા કાયોઁમાં ધનવાન બનવા, ઉદાર તથા પરોપકારી બનવા આદેશ આપ.19આમ કરવાથી તેઓ આવનાર સમય માટે પોતાને સારું પાયારૂપી ખજાનો સંગ્રહ કરશે, જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે જીવનને પકડી લેશે.20તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ. જે અધમીઁ વાતો અને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વાદવિવાદથી તું દૂર રહેજે.21એવા કેટલાક લોકો એવું કહે છે અને તેમ કરીને વિશ્વાસ છોડી ગયા છે.તમો સર્વ પર કૃપા રહો.
Biblica, Inc.