1 થેસ્સાલોનિકી3

1છેવટે અમે તે સહન ન કરી શક્યાં ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું નક્કી કર્યું2અમે તિમોથીને તમારી પાસે મોકલ્યો, જે અમારો ભાઈ મસીહના સુસમાચાર ફેલાવવામાં ઈશ્વરની સેવામાં સહકાયઁકતાઁ છે, એ માટે કે તે તમને વિશ્વાસમાં દ્રઢ કરીને ઉત્તેજન આપે;3જેથી કોઇ પણ આ કસોટીઓથી ડગી ન જાય, કેમકે તમે જાણો છો કે આપણે તેમના માટે જ નિમાઁણ થયેલા છીએ.4કારણ કે જયારે અમે તમારી સાથે હતા ત્યારે તમને અગાઉથી ચેતવણી આપી હતી કે તમારાં ઉપર સતાવણી આવશે, અને બન્યું પણ એમ જ તે તમે જાણો છો.5એ જ કારણથી હું વધુ સહન ન કરી શકયો ત્યારે તમારાં વિશ્વાસ વિષે જાણવા સારું તેને મોકલ્યો, મને ડર હતો કે કદાચ પરીક્ષણ કરનાર કોઇ રીતે તમારું પરીક્ષણ કરે અને અમારું કાર્ય નિષ્ફળ ગયું હોય.

તિમોથીનો ઉત્તેજનદાયક અહેવાલ

6પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, અને તમારાં વિશ્વાસ તથા પ્રેમ વિશે ખુશકારક સમાચાર કહ્યાં. અને જેમ અમે તમને જોવા માટે આતુર છીએ, તેમ તમે પણ અમને જોવાને આતુર છો. ને સદા અમારું પ્રેમપૂવઁક સ્મરણ કરો છો.7એ માટે, ભાઈઓ અને બહેનો, અમારા સવઁ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસથી અમને તમારાં વિષે દિલાસો મળ્યો છે.8કેમકે તમે પ્રભુમાં દ્રઢ રહો તો તેથી અમે ખરેખર જીવીએ છીએ.9તમારે લીધે અમે અમારા ઈશ્વરની આગળ આનંદ કરીએ છીએ, તેના બદલામાં અમે તમારાં માટે ઈશ્વરનો કેટલો આભાર માની શકીએ?10અમે રાતદિવસ ખુબજ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે અમે તમને ફરીથી રૂબરૂ મળી શકીએ અને તમારાં વિશ્વાસમાં કાંઈ ઊણપ હોય તો તે પૂર્ણ કરી શકીએ.
11હવે આપણા ઈશ્વર અને પિતા પોતે આપણામાં પ્રભુ ઈસુ તમારી પાસે આવવાં અમારો માર્ગ ખુલ્લો કરે.12જેમ અમારો પ્રેમ તમારાં માટે વધુ છે તેમ પ્રભુ એકબીજા પરનાં તથા સવઁ માણસો પરનાં તમારાં પ્રેમમાં પુષ્કળ વધારો કરે.13એ માટે કે જયારે આપણો પ્રભુ ઈસુ પોતાના બધા સંતો સાથે આવે, ત્યારે તમે આપણા ઈશ્વર અને પિતાની સમક્ષ તે તમારાં હ્રદયોને નિર્દોષ અને પવિત્ર ઠરાવીને દ્રઢ કરે.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d