1 યોહાન5

ઇશ્વરના પુત્ર પર વિશ્વાસ

1ઈસુ તે જ મસીહ છે એવો જો કોઈ વિશ્વાસ કરે છે તો તે ઇશ્વરથી જન્મેલો છે, અને જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે તેમનાં બાળકો પર પણ પ્રેમ રાખે છે.2ઈશ્વર પર પ્રેમ રાખવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના બાળકો પર પ્રેમ રાખીએ છીએ.3ખરેખર, ઈશ્વર પરનો પ્રેમ એ છે: કે તેમની આજ્ઞા પાળવી, અને તેમની આજ્ઞાઓ ભારે નથી,4કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.5કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.
6આ એ જ છે જે પાણી તથા લોહીથી આવ્યા, એટલે ઈસુ મસીહ અને તેઓ કેવળ પાણીથી જ નહિ, પરંતુ પાણી તથા રકત વડે આવ્યા. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, અને આત્મા સત્ય છે.7કેમકે તેઓ ત્રણ સાક્ષીઓ છે:8આત્મા, પાણી અને રકત એ ત્રણેની સાક્ષી એકસરખી છે.9માણસો જે સાક્ષી આપે છે તે આપણે માનીએ છીએ, પરંતુ ઈશ્વરની સાક્ષી મોટી છે, કારણ કે તે ઈશ્વરની સાક્ષી છે, જે તેમણે પોતાના પુત્ર વિશે આપી છે.10જે કોઈ ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે કોઈ ઈશ્વર પર વિશ્વાસ કરતો નથી, તો તે ઈશ્વરને જુઠા ઠરાવે છે, કેમકે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કયોઁ નથી.11અને સાક્ષી આ છે: ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, અને આ જીવન તેમના પુત્રમાં છે.12જેની પાસે પુત્ર છે તેમને જીવન છે, અને જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેને જીવન નથી.

અંતિમ નોંધ

13જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તેમને આ વાતો હું લખું છું, જેથી તમે જાણો કે તમને અનંતજીવન છે.14તેમના વિશે આપણને જે ભરોસો છે તે એ કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કાંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.15અને જો આપણે જાણીએ છી કે તે આપણું સાંભળે છે, જે કંઈ માંગીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માંગ્યું છે તે આપણને મળે છે.
16જો તમે કોઈ ભાઈ અથવા બહેનને મૃત્યું તરફ દોરી જતું પાપ કરતાં જુઓ, તો તેને માટે પ્રાર્થના કરવી અને ઈશ્વર તેમને જીવન આપશે. હું એવા લોકોનો ઉલ્લેખ કરું છું જેમનાં પાપ મૃત્યું તરફ દોરી જતાં નથી. એવું પણ પાપ છે જે મૃત્યુ તરફ દોરી જાય છે, હું એમ નથી કહેતો કે તમારે તેમના માટે પ્રાર્થના કરવી.17સવઁ અન્યાય પાપ છે, અને એવું પણ પાપ છે જે મૃત્યું તરફ દોરી જતું નથી.
18આપણે જાણીએ છીએ કે જે કોઈ ઇશ્વરથી જન્મેલો છે તે પાપ કયાઁ કરતો નથી; પણ ઇશ્વરથી જે જન્મયો છે તેને તે સુરક્ષિત રાખે છે અને દુષ્ટ તેને નુકશાન કરી શકતો નથી.19આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આખું જગત દુષ્ટની સત્તા હેઠળ છે.20વળી આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેમને ઓળખવાં માટે આપણને સમજણ આપી છે, એટલે તેમના પુત્ર ઈસુ મસીહ, તેમનામાં આપણે છીએ, તેઓ જ સાચા ઈશ્વર અને અનંતજીવન છે.
21વહાલાં બાળકો, સાવધ રહીને મૂતિઁઓથી દૂર રહો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d