1 કરિંથીઓને7

લગ્ન જીવન વિશે

1હવે જે બાબતો માટે તમે લખી મોકલાવ્યું તેના વિશે: “પુરુષ માટે સ્ત્રી સાથે જાતીય સબંધ ન રાખવો તે સારું છે.”2પરંતુ વ્યભિચાર ચાલી રહ્યો છે, તેથી દરેક પુરુષે પોતાની પત્ની સાથે, અને દરેક સ્ત્રીએ પોતાના પતિ સાથે જાતીય સબંધ બાંધવો જોઈએ.3પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે.4પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય.5એકબીજાથી અલગ ન થાવ, સિવાય કે પરસ્પર સંમતીથી અને થોડા સમય માટે, જેથી તમે પ્રાથઁનામાં પોતાને સમપિઁત કરી શકો છો. પછી ફરીથી ભેગા થાઓ જેથી શેતાન તમારા પર પોતાના પરના નિયંત્રણના કારણે તમને લલચાવે નહિ.6હું આ આજ્ઞા તરીકે નહિ, પણ છૂટ તરીકે કહું છું.7હું ઇચ્છું છું કે દરેક જણ મારા જેવો થાય. પણ દરેકને ઈશ્વર તરફથી પોતાનું દાન છે; એકને આ દાન છે, બીજાને બીજું.
8હવે હું અપરિણીત અને વિધવાઓને કહું છું: તેમના માટે અપરિણીત રહેવું સારું છે જેમ હું છું તેમ.9પણ જો તમે સંયમ રાખી શકતા ન હો, તો તેઓ પરણે. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
10હવે પરણેલાઓને હું આજ્ઞા આપું છું (હું તો નહિ પણ પ્રભુ) પતિ પોતાની પત્નીથી અલગ ન થાય.11પરંતુ જો થાય તો, તે અપરિણીત રહે અથવા તેના પતિ સાથે સમાધાન કરે. અને પતિ પોતાની પત્નીને છૂટાછેડા ન આપે.
12બાકીનાને હું આ કહું છું (હું નહિ પણ પ્રભુ): જો કોઇ ભાઈને અવિશ્વાસી પત્ની છે અને તે તેની સાથે રહેવા માગે છે તો તે તેને છૂટાછેડા આપે નહિ.13અને જો કોઈ પત્નીને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા માગતો હોય, તો પત્નીએ તેને ત્યજી દેવો નહિ.14કેમકે અવિશ્વાસી પતિ તેની પત્નીથી શુધ્ધ થયો છે, અને અવિશ્વાસી પત્ની તેના વિશ્વાસી પતિથી શુધ્ધ થઇ છે નહિ તો તમારા બાળકો અશુધ્ધ હોત, પણ જેમ છે તેમ તેઓ પવિત્ર છે.
15પરંતુ જો અવિશ્વાસી હોય તો તેને રહેવા દો. આવી પરિસ્થિતિમાં ભાઈ કે બહેન બંધાયેલો નથી; પ્રભુને આપણને શાંતિમાં રહેવાને તેડયા છે.16પત્ની, તું તારા પતિને બચાવીશ કે નહિ એ તું કેવી રીતે જાણી શકે? અથવા, પતિ, તું તારી પત્નીને બચાવીશ કે નહિ એ તું કેવી રીતે જાણી શકે?

પરિસ્થિતીનાં બદલા અંગે

17તેમ છતાં, દરેક વ્યક્તિએ પ્રભુએ જે રાખ્યા છે, અને જે પરિસ્થિતીમાં ઈશ્વરે તેને બોલાવ્યો છે તે જ પરિસ્થિતીમાં વિશ્વાસી તરીકે જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓને આપું છું.18શું કોઇ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે તેની સુન્નત થઇ ગઇ હતી? શું કોઇ માણસને બોલાવવામાં આવ્યો ત્યારે તેની સુન્નત ન થવી જોઈએ?19સુન્નત કંઈ નથી અને બેસુન્નત કંઈ નથી. ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ જ મહત્વનું છે.20ઈશ્વર કોઈ માણસને તેડું આપે ત્યારે તે જે સ્થિતિમાં હોય, તેમાં તે ચાલુ રહે.
21જ્યારે તમને બોલાવ્યાં ત્યારે શું તમે ગુલામ હતા? તો કાંઈ વાંધો નહિ, પણ જો તમને મુક્ત થવાની તક મળતી હોય તો તે ઝડપી લો.22કારણ કે જે વ્યકિત પ્રભુમાં વિશ્વાસ રાખવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે ગુલામ હતો તે પ્રભુનો સ્વતંત્ર વ્યકિત છે; તેવીજ રીતે, જે વ્યકિતને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે તે સ્વતંત્ર હતો, હવે તે મસીહનો ગુલામ છે.23કિંમત ચૂકવીને તમને ખરીદી લીધા છે. તેથી માણસોનાં ગુલામ બનશો નહિ.24ભાઈઓ અને બહેનો, દરેક વ્યકિત ઈશ્વરનો જવાબદાર છે, જયારે ઈશ્વરે તેમને બોલાવ્યા ત્યારે તેઓ જે પરિસ્થિતિમાં હોય તેમાં જ રહે.

અપરિણીત વિશે

25હવે કુંવારીઓ વિશે: પ્રભુ તરફથી મને કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યકિત તરીકે હું મારો અભિપ્રાય આપું છું.26હાલનાં સંકટને કારણે, મને લાગે છે કે, માણસ જેવો છે તેવો જ રહે તે સારું છે.27શું પત્નિ સાથે બંધાયેલો છે? તો તું તેનાથી છુટો થવાની ઇચ્છા ન રાખ. શું તું આવા વચનથી મુકત છે? પત્નિની ઇચ્છા ન રાખ.28પણ જો તું પરણે, તો તેં પાપ કયુઁ એમ નથી; અને જો કુંવારી પરણે તો તેણે પાપ નથી કયુઁ. પણ જેવો પરણે છે તેઓને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ હું તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29ભાઈઓ અને બહેનો, હું એ કહું છું કે સમય ઓછો છે, માટે જેઓની પાસે પત્નિ છે તેમને પત્નિ ન હોય તેમ રહેવું જોઈએ.30જેઓ શોક કરે છે, તેઓ શોક નહી કરનારાં જેવાં થાય; અને જેઓ આનંદ કરનારા, તેઓ આનંદ નહિ કરનારા જેવાં થાય; જેઓ કંઇ ખરીદે છે, તેઓની પાસે કંઇ નહિ રાખનારાં જેવા થાય;31જેઓ જગતની વસ્તુઓનો ઉપયોગ કરે છે, તેઓ જાણે તેમાં તલ્લિન થઇ ગયેલાં ન થાય, કેમકે આ જગત તેનાં વતઁમાન સમયમાં જતો રહે છે.
32તમે દરેક રીતે ચિંતાથી મુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત પુરુષ પ્રભુનાં કાર્યની ચિંતા કરે છે, તે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો;33પરંતુ, પરણીત પુરુષ દુનિયાદારીની ચિંતા કરે છે, તે પોતાની ને કેવી રીતે પ્રસન્ન કરી શકે.34અને તેના હિતો વહેંચાયેલા છે, અપરિણીત સ્ત્રી અને કુંવારી પ્રભુના કાયઁની ચિંતા કરે છે, તેનો ધ્યેય શરીર અને આત્મા બંનેને સમઁપિત રહેવાનો છે, પરંતુ પરણિત સ્ત્રી દુનિયાદારીની ચિંતા કરે છે, પોતાના પતિને કેવી રીતે પ્રસન્ન કરી શકે.35હું આ તમારા પોતાના ભલા માટે કહું છું, તમને રોકવા માટે નહિ, પણ તમે પ્રભુની ભકિતમાં યોગ્ય રીતે ચાલો માટે કહું છું.
36જો કોઇને ચિંતા હોય કે તે પોતાની સગાઈ કરેલી કુંવારી સાથે અયોગ્ય રીતે વતેઁ છે અને જો તેની ઇચ્છાઓ પ્રબળ હોય તો તેણે પરણવું જોઈએ, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે. તે પાપ કરતો નથી, તેમણે પરણવું જોઈએ.37પરંતુ કોઈ માણસ અપરિણીત રહેવાનો મક્કમ નિર્ણય કરે, કે જે દબાણમાં નહિ પણ પોતાની ઇચ્છા પર કાબુ ધરાવે છે, અને જે મનમાં કુંવારી સાથે ન પરણવાનો નિણઁય લીધો છે, તો તે માણસ પણ સારું કરે છે.38તેથી જે કોઇ કુંવારીને પરણે છે તે સારું કરે છે, પણ જે પરણતો નથી તે વધારે સારું કરે છે.
39પતિ જીવે ત્યાં સુધી પત્ની તેની સાથે બંધાયેલી છે; પણ જો તેનો પતિ મરણ પામે તો પછી તે ફરીથી પરણી શકે છે, પણ તે કેવળ પ્રભુનો હોવો જોઈએ.40પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જો તે જેવી છે તેવીજ રહે તો તે વધું ખુશ રહેશે, અને મને પણ ઇશ્વરનો આત્મા છે એમ હું માનું છું.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d