1 કરિંથીઓને5

વ્યભિચારના કેસ સાથેનો વ્યવહાર

1ખરેખર મને કહેવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધમીઁઓમાં પણ સહન કરતાં નથી: એક માણસ પોતાની સાવકી માને રાખે છે.2એમ છતાં એ બાબતમાં તમે શોક કયાઁને બદલે ગર્વ કરો છો જે એ કામ કરી રહ્યાં છે તેને તમારી સગંતમાંથી દૂર કરવો જોઈએ.3હું શારીરિક રીતે હાજર નથી, પણ આત્મામાં તમારી સાથે છું. અને જે તમારી સાથે આ રીતે હાજર છે, મેં પ્રભુ ઈસુના નામે કામ કરનારનો ન્યાય કરી દીધો છે.4તેથી જયારે તમે ભેગા થાવ છો ત્યારે આત્મામાં હું તમારી સાથે છું, અને પ્રભુ ઈસુનું સામથ્યઁ હાજર હોય છે,5એવા માણસના દેહને નાશને સારું શેતાનનાં હાથમાં સોંપી દો, જેથી પ્રભુના દિવસે તેનો આત્મા બચી જાય.
6તમે અભિમાન રાખો છો તે સારું નથી. થોડું ખમીર આખા લોટને ફૂલાવે છે, તે શું તમે નથી જાણતાં?7જૂના ખમીરને કાઢી નાંખો, જેથી તમે બેખમીર નવા લોટરૂપ થઈ જાઓ, કેમકે આપણા પાસ્ખાપવઁનું હલવાન, મસીહનું બલિદાન આપવામાં આવ્યું છે.8તેથી આપણે એ પવઁ જૂના ખમીરથી નહિ, એટલે કે પાપ અને દુષ્ટતાના ખમીરથી નહિ, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી ઉજવીએ.
9મેં તમને મારા પત્ર દ્વારા જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓની સોબત ન કરો.10આ દુનિયાનાં વ્યભિચારીઓ, લોભીઓ, છેતરપીંડી કરનારાઓ, કે મૂર્તિપૂજકો મારો એ અથઁ નથી. એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે.11પણ હવે હું તમને એ લખી રહ્યો છું કે, જેઓ ભાઈઓ અને બહેનો કહેવાય છે, પણ જો કોઇ વ્યભિચારી, લોભી, મૂતિઁપૂજક, નિંદાખોર, દારૂડિયા, કે છેતરપિંડી કરનારા હોય, તેઓની સાથે તમારે સંબંધ ન રાખવો એવાની સાથે ખાવું પણ નહિ.
12મંડળીના બહારનાં લોકોનો ન્યાય કરવાનું મારે શું કામ છે? મંડળીની અંદર છે તેઓનો ન્યાય તમે નથી કરતા શું?13જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. “તમારામાંથી દુષ્ટ વ્યક્તિને દૂર.”

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d