1 કરિંથીઓને3
મંડળીને તેના આગેવાનો
1ભાઈઓ અને બહેનો, જેમ આત્મિક લોકોની સાથે વાત કરી શકયો નહિ પણ જેમ દુન્યવી લોકોની સાથે મસીહમાં બાળકની જેમ.2મેં તમને દૂધથી પોષ્યા, નહિ કે ભારે ખોરાકથી, કારણ કે હજુ સુધી તેને માટે તમે તૈયાર ન હતા અને ખરેખર હજુ પણ તૈયાર નથી.3કેમકે તમે હજી સુધી દુન્યવી છો કેમકે હજુ સુધી તમારામાં ઈષાઁ અને ઝધડા છે, તો શું તમે દુન્યવી નથી? શું તમે માણસોની જેમ વતઁતા નથી?4કેમકે કોઈ કહે છે કે, “હું પાઉલનો છું,” અને બીજો કહે છે કે “હું અપોલસનો છું,” ત્યારે શું તમે ફકત માણસો નથી.5છેવટે અપોલસ કોણ છે? અને પાઉલ શું છે? ફકત સેવકો જેમનાં દ્ઘારા તમે વિશ્વાસ કયોઁ, જેમ દરેકને પ્રભુએ સોંપ્યું તેમ સેવા કરી.6મેં બી વાવ્યું, અને અપોલસે તેને પાણી પાયુ, પરંતુ વૃધ્ધિ તો ઈશ્વરે જ આપી.7તેથી વાવનાર કે પાણી પાનાર કોઈ નથી, પણ દરેકને વૃધ્ધિ આપનાર ઈશ્વર છે.8વાવનાર અને પાણી પાનાર બંનેનો એક જ હેતુ છે અને પ્રત્યેકને તેમના પરિશ્રમ પ્રમાણે બદલો મળશે.9કેમકે આપણે ઈશ્વરની સેવામાં સહકાર્યકરો છીએ, તમે ઈશ્વરની ખેતી અને ઈશ્વરની ઈમારત છો.10ઈશ્વરે તેમની કૃપાથી મેં એક કુશળ મિસ્ત્રી તરીકે મે પાયો નાખ્યો અને તેના પર બીજો બાંધે છે પણ દરેકે કાળજી રાખીને બાંધવું.11માટે નંખાયેલો પાયો ઈસુ મસીહ છે, તે સિવાય બીજો કોઈ નાખી શક્તું નથી.12જો કોઇ આ પાયા પર સોનું, ચાંદી તથા કિમતી પથ્થરો, લાકડાંનો કે, ઘાસનો કે પરાળનો ઉપયોગ કરીને બાંધે છે.13તેમનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમકે તે દિવસે તેને પ્રકાશમાં લાવશે અને અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે, અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ પારખશે.14પછી જેનું બાંધકામ ટકી રહેશે તે બાંધનારને ઈનામ મળશે.15જો તે બળી જાય તો બાળનારને નુકશાન થશે, પણ તે બચી જશે, પણ તે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.16શું તમે નથી જાણતા કે તમે પોતે ઈશ્વરનું મંદિર છો, અને ઈશ્વરનો આત્મા તમારાંમાં રહે છે?17જો કોઈ ઈશ્વરનાં મંદિરનો નાશ કરે છે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમકે ઇશ્વરનું મંદિર પવિત્ર છે અને એ મંદિર તમે છો.18તમે પોતાને ન છેતરો, જો તમારાંમાંનો કોઇ એવું માને છે કે તમે આ યુગના ધોરણ પ્રમાણે જ્ઞાની છો, તો તેણે “મૂર્ખ” થવું, જેથી તે જ્ઞાની બની શકે.19કેમકે આ જગતનું જ્ઞાન ઈશ્વરની દ્રષ્ટિમાં મૂર્ખતા છે: “જેમ લખેલું છે કે જ્ઞાનીઓને તેમની ચાલાકીમાં સપડાવે છે.”20અને ફરીથી, “પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચારો વ્યથઁ છે”21તો પછી માણસના આગેવાન વિશે અભિમાન ન કરવું, કેમકે બધા વાનાં તમારાં છે.22પાઉલ, અપોલસ અને કેફા કે જગત, જીવન, મૃત્યુ, વતઁમાન કે ભવિષ્ય બધા તમારા છે.23અને તમે મસીહના છો અને મસીહ ઈશ્વરના છે.Biblica, Inc.