વિસ્વાસ્યાહાવોય ફિરાદ કોઅના
1જો તુમહેમાઅને કાદાબી બિજા વિસ્વાસી માઅહા આરે જોગડો કોઅહે, તે ચ્યે વાતે ન્યાય કોઅરા અવિસ્વાસી લોકહાપાંય કોચરીમાય નાંય જાં જોજે, બાકી તુમહે મંડળીમાય પવિત્ર લોકહાન ચ્યે વાતે ન્યાય કોઅરાહાટી આખા જોજે, કા તુમહામાઅને કું બરાબર હેય.2તુમા નોક્કી જાંઅતેહે કા પવિત્ર લોક દુનિયા લોકહા ન્યાય કોઅરી, એને જો તુમહાન દુનિયા લોકહા ન્યાય કોઅના હેય, તે તુમહાય તુમહે વાહનામાય વાહના જોગડાહા ન્યાય કોઅના લાયકે ઓઅરા જોજે.3તુમા નોક્કી જાંઅતેહે કા આપા હોરગ્યા દૂતહા ન્યાય કોઅહુ, તે તુમા દુનિયામાય જીવના વાતહેબારામાય ન્યાય કોઅય હોકતેહેં.4બાકી તુમહેમાય જીવના વાતહેબારામાય જોગડો ઓઅહે, તે તુમહાય ઓહડા લોકહાન ન્યાય નાંય કોઆડના જ્યા મંડળીમાય કાયજ કામા નાંય હેય.5આંય તુમહાન શરમાવાહાટી ઈ આખતાહાવ, કાય તુમહેમાય યોકબી ઓકલ્યેવાળો નાંય મીળે, જો આપહે વિસ્વાસી બાહાહા ન્યાય કોઅય હોકે?6બાકી એહેકોય કોઅનાથી તુમહામાય યોક વિસ્વાસી માઅહું બિજા વિસ્વાસી માઅહા વિરુદ જગડા ફેસલો કોઅરાહાટી કોચરીમાય લેય જાતહેં, એને તી બી અવિસ્વાસ્યાહા હામ્મે.7બાકી હાચ્ચાંજ તુમા વિસ્વાસી લોકહા હારકા વ્યવહાર નાંય કોઅય રીઅલે હેય, તુમા વિસ્વાસી-વિસ્વાસી વિરોધમાય કોચરીમાય ફિરાદ કોઅતાહા, એહેકોય કોઅના કોઅતા જો કાદો વિસ્વાસી તુમહેઆરે ગલત વ્યવહાર કોઅહે તે કોઅરા દા, એને જો યોક વિસ્વાસી માઅહાય દોગો દેયને તુમહાપાઅને પેચકી લેદલા હેય, તે સહન કોઅય લા.8બાકી તુમા આર્યા વિસ્વાસી લોકહાઆરે ખોટાં કોઅય રીયહા, એને દોગો દેતહા.9તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,10ચોરી કોઅનારા, લોબ કોઅનારા, દારવા પીનારે, ગાળી દેનારે, બીજહાન દોગો દેનારે પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી.11એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.શરીર પોરમેહેરા મહિમાહાટી
12માન બોદાંજ કોઅરાહાટી પોરવાનગી હેય કાહાકા આંય ખ્રિસ્તા હેય, બાકી બોદ્યોજ વસ્તુ મા ફાયદાહાટી નાંય હેય, માન બોદાંજ કોઅરાહાટી પોરવાનગી હેય, બાકી આંય કોઅયેહેબી વસ્તુ ગુલામ નાંય બોનુ.13માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.14એને જ્યેં સામર્થકોય પોરમેહેરાય પોતાના સામર્થકોય પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, ચ્ચેજ સામર્થકોય આપહાનબી મોઅલાહામાઅને પાછો જીવાડી, યાહાટી આપહે શરીર મહત્વા હેય.15તુમા નોક્કીજ જાંઅતેહે, કા તુમહે શરીર ખ્રિસ્તા અવયવ હેય, તે તુમા ખ્રિસ્તા અવયવ લેઈને ચ્યાહાન વેશ્યાયે અવયવા આરે બિલકુલ નાંય જોડના.16તુમા નોક્કીજ જાંઅતેહે, કા જો કાદો વેશ્યાઆરે શારીરિક સબંધ બોનાડેહે, તે તો ચ્યે આરે યોક શરીરા ઓઅય જાહે, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “ચ્યે બેની યોક શરીર બોની.”17એને જો પ્રભુ આરે એકતામાય રોહે, તે ચ્યા આત્મા એને પ્રભુ આત્મા યોક બોની જાહાય.18વ્યબિચાર બિલકુલ નાંય કોઅના, કાહાકા જોલા બિજા પાપ શરીરાલ પ્રભાવિત નાંય કોએ, ઓલા ઓ પાપ કોઅહે, બાકી વ્યબિચાર કોઅનારો પોતાના શરીરા વિરુદ પાપ કોઅહે.19તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.20કાહાકા પોરમેહેરાય તુમહાન કિંમાત ચુકાડીન વેચાતે લેદલે હેય, યાહાટી તુમહે શરીરાકોય પોરમેહેરા મહિમા કોઆ.